Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अयोध्यावासी वहाँ आये
 
भेंटेउ लखन ललकि लघु भाई । बहुरि निषादु लीन्ह उर लाई ॥
पुनि मुनिगन दुहुँ भाइन्ह बंदे । अभिमत आसिष पाइ अनंदे ॥१॥
 
सानुज भरत उमगि अनुरागा । धरि सिर सिय पद पदुम परागा ॥
पुनि पुनि करत प्रनाम उठाए । सिर कर कमल परसि बैठाए ॥२॥
 
सीयँ असीस दीन्हि मन माहीं । मगन सनेहँ देह सुधि नाहीं ॥
सब बिधि सानुकूल लखि सीता । भे निसोच उर अपडर बीता ॥३॥
 
कोउ किछु कहइ न कोउ किछु पूँछा । प्रेम भरा मन निज गति छूँछा ॥
तेहि अवसर केवटु धीरजु धरि । जोरि पानि बिनवत प्रनामु करि ॥४॥
 
(दोहा) 
नाथ साथ मुनिनाथ के मातु सकल पुर लोग ।
सेवक सेनप सचिव सब आए बिकल बियोग ॥ २४२ ॥

*
MP3 Audio

*
 
અયાધ્યાવાસીઓ આવે છે
 
(દોહરો)
લક્ષ્મણ પણ શત્રુઘ્ન ને ગુહને પછી મળ્યા;
મુનિને બંને બંધુએ નમ્ર પ્રણામ કર્યા.
 
અનુજ સાથ ભરતે નમી ઉમંગમાં આવી
સીતાની પદધૂલિને મસ્તક પર ધારી.
 
સીતાએ એ ઉભયને કરકમળે સ્પર્શી
સ્નેહમગ્ન મનથી પુનિત શુભાશિષ અર્પી.
 
સાનુકૂળ સર્વેપણે સીતાને ભાળી
ભરત અશોક બની ગયા મિથ્યા ભય મારી.
 
કોઇ કશું કહે નહીં, કોઇ ના પૂછે,
પ્રેમપૂર્ણ ગતિરહિત મન ચઢયા કયાંક ઊંચે.
 
એ વખતે ધીરજ ધરી જોડી હાથ નિષાદ
કહેવા લાગ્યો સ્નેહથી પ્રણમી તજી વિષાદ.
 
વશિષ્ઠ મુનિની સાથ સૌ માત તથા પુરલોગ
સેનાપતિ સેવક સચિવ આવ્યાં વિકળ વિયોગ.