Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम कुलगुरु वशिष्ठ को मिलते है
 
सीलसिंधु सुनि गुर आगवनू । सिय समीप राखे रिपुदवनू ॥
चले सबेग रामु तेहि काला । धीर धरम धुर दीनदयाला ॥१॥
 
गुरहि देखि सानुज अनुरागे । दंड प्रनाम करन प्रभु लागे ॥
मुनिबर धाइ लिए उर लाई । प्रेम उमगि भेंटे दोउ भाई ॥२॥
 
प्रेम पुलकि केवट कहि नामू । कीन्ह दूरि तें दंड प्रनामू ॥
रामसखा रिषि बरबस भेंटा । जनु महि लुठत सनेह समेटा ॥३॥
 
रघुपति भगति सुमंगल मूला । नभ सराहि सुर बरिसहिं फूला ॥
एहि सम निपट नीच कोउ नाहीं । बड़ बसिष्ठ सम को जग माहीं ॥४॥
 
(दोहा)  
जेहि लखि लखनहु तें अधिक मिले मुदित मुनिराउ ।
सो सीतापति भजन को प्रगट प्रताप प्रभाउ ॥ २४३ ॥

*
MP3 Audio

*
 
રામ ગુરુ વશિષ્ઠને મળે છે
 
(દોહરો)
સીતાને શત્રુઘ્નને સોંપી શીલનિધાન
ગુરુ આગમન સુણી તરત ધર્મધુરંધર રામ
 
દીનબંધુએ અનુજ સહ પહોંચી કર્યા પ્રણામ;
મુનિએ આલિંગી કર્યા બંનેને કૃતકામ.
*
પુલકિત ગુહે કહી નિજ નામ કર્યા દૂરથી દંડપ્રણામ;
રામસખા સમજી મુનિ મળ્યા, ધરતી પર પથરાયા ઘણા
સમેટતા હો જેમ સપ્રેમ સ્નેહને; થયું સૌને એમ.
 
રઘુપતિ ભક્તિ સુમંગલ મૂળ વખાણતાં સુર વરસ્યા ફૂલ;
ગુહસમ કોણ જગતમાં નીચ, મહાન સૌથી ખરે વસિષ્ઠ.
 
(દોહરો)
લક્ષ્મણથી વધુ માનતાં ભેટયા પણ મુનિરાય,
સીતાપતિના ભજનનો પ્રગટ પ્રતાપ પ્રભાવ.