Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम कैकेयी को मिलते है
 
आरत लोग राम सबु जाना । करुनाकर सुजान भगवाना ॥
जो जेहि भायँ रहा अभिलाषी । तेहि तेहि कै तसि तसि रुख राखी ॥१॥
 
सानुज मिलि पल महु सब काहू । कीन्ह दूरि दुखु दारुन दाहू ॥
यह बड़ि बातँ राम कै नाहीं । जिमि घट कोटि एक रबि छाहीं ॥२॥
 
मिलि केवटिहि उमगि अनुरागा । पुरजन सकल सराहहिं भागा ॥
देखीं राम दुखित महतारीं । जनु सुबेलि अवलीं हिम मारीं ॥३॥
 
प्रथम राम भेंटी कैकेई । सरल सुभायँ भगति मति भेई ॥
पग परि कीन्ह प्रबोधु बहोरी । काल करम बिधि सिर धरि खोरी ॥४॥
 
(दोहा)  
भेटीं रघुबर मातु सब करि प्रबोधु परितोषु ।
अंब ईस आधीन जगु काहु न देइअ दोषु ॥ २४४ ॥

*
MP3 Audio

*
 
રામ કૈકેયીને મળે છે
 
જાણી વ્યથિત બધાને રામે કરુણાસાગર શ્રીભગવાને
જેના મનમાં હતો ભાવ જેવો તેને સંતોષ આપ્યો એવો.
 
મળી સાનુજ સૌને ક્ષણમાં હર્યા દાહ ને દુઃખડાં સઘળાં;
એનો વિસ્મય ના રામને માટે, કોટિ ઘટમાં સૂરજછાયા ભાસે.
 
મળી કેવટને સાનુરાગ પુરજન લાગ્યા પ્રશંસવા ભાગ્ય;
રામે માતાઓને દુઃખી ભાળી, લતાપંક્તિ જાણે હિમે બાળી.
 
મળ્યા પ્રથમ કૈકેયીને રામ, ભાવે માતને કરી નિષ્કામ;
પડી ચરણે કરીને પ્રબોધ દીધો વિધિ કાળ કર્મને દોષ.
 
(દોહરો)
મળ્યા રામ સૌ માતને દઇ પ્રબોધ પરિતોષ;
માત, ઇશ આધીન જગ, કોઇનો ના દોષ.