Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सीता सबको मिलती है
 
सीय आइ मुनिबर पग लागी । उचित असीस लही मन मागी ॥
गुरपतिनिहि मुनितियन्ह समेता । मिली पेमु कहि जाइ न जेता ॥१॥
 
बंदि बंदि पग सिय सबही के । आसिरबचन लहे प्रिय जी के ॥
सासु सकल जब सीयँ निहारीं । मूदे नयन सहमि सुकुमारीं ॥२॥
 
परीं बधिक बस मनहुँ मरालीं । काह कीन्ह करतार कुचालीं ॥
तिन्ह सिय निरखि निपट दुखु पावा । सो सबु सहिअ जो दैउ सहावा ॥३॥
 
जनकसुता तब उर धरि धीरा । नील नलिन लोयन भरि नीरा ॥
मिली सकल सासुन्ह सिय जाई । तेहि अवसर करुना महि छाई ॥४॥
 
(दोहा)  
लागि लागि पग सबनि सिय भेंटति अति अनुराग ।
हृदयँ असीसहिं पेम बस रहिअहु भरी सोहाग ॥ २४६ ॥

*
MP3 Audio

*
 
સીતા સૌને મળે છે
 
સીતા મુનિને પ્રેમે પગે લાગી પામી ઉચિત આશિષ મનમાગી;
પછી ગુરુપત્નીને મળી પ્રેમે, પ્રેમ વર્ણવી ના શકું કેમે.
 
સૌનાં ચરણોમાં કરતાં પ્રણામ સીતા પૂર્ણ બની કૃતકામ;
જોઇ સકળ સાસુઓને જ્યારે મીંચી આંખ વ્યાકુળ બની ત્યારે.
 
રાજહંસી પડી વ્યાધ હાથ, દીધો દુષ્ટ વિધાતાએ સાથ,
દેખી સાસુઓને એવું લાગ્યું, હૈયે સીતાના તાંડવ જાગ્યું.
 
જોઇ સીતાને સૌ પીડા પામી, ચાલે દૈવ આગળ નવ કાંઇ;
સીતા ધૈર્ય ધારી અશ્રુ આણી મળી સાસુને સ્નેહ પ્રમાણી.
 
ત્યારે કરુણાની શીતળ છાયા વ્યાપી સર્વસ્થળે ભરી માયા.
 
(દોહરો)
સીતા વંદી સર્વને લઇ પરમ અનુરાગ
સપ્રેમ આશિષ મેળવી રહો અમર સૌભાગ્ય.