श्रीराम द्वारा पिता दशरथ की उत्तरक्रिया
करि पितु क्रिया बेद जसि बरनी । भे पुनीत पातक तम तरनी ॥
जासु नाम पावक अघ तूला । सुमिरत सकल सुमंगल मूला ॥१॥
सुद्ध सो भयउ साधु संमत अस । तीरथ आवाहन सुरसरि जस ॥
सुद्ध भएँ दुइ बासर बीते । बोले गुर सन राम पिरीते ॥२॥
नाथ लोग सब निपट दुखारी । कंद मूल फल अंबु अहारी ॥
सानुज भरतु सचिव सब माता । देखि मोहि पल जिमि जुग जाता ॥३॥
सब समेत पुर धारिअ पाऊ । आपु इहाँ अमरावति राऊ ॥
बहुत कहेउँ सब कियउँ ढिठाई । उचित होइ तस करिअ गोसाँई ॥४॥
(दोहा)
धर्म सेतु करुनायतन कस न कहहु अस राम ।
लोग दुखित दिन दुइ दरस देखि लहहुँ बिश्राम ॥ २४८ ॥
*
MP3 Audio
*
રામ સૌ સાથે દશરથની ઉત્તરક્રિયા કરે છે
(દોહરો)
પિતાતણી વેદોક્ત સૌ ઉત્તરક્રિયા કરી
પાપ તિમિર રવિ રાઘવ પામ્યા શુદ્ધિ ફરી.
*
જેનું નામ પાવક અઘતૂલ, સ્મરતાં સકલ સુમંગલ મૂળ,
એનું શુદ્ધ થવાનું છે એવું તીર્થ આહવાને ગંગાના જેવું.
વીત્યા બે દિન શુદ્ધિના જ્યારે કહ્યું રામે ગુરુવરને ત્યારે,
નાથ, લોક સૌ દુઃખી અપાર, કરે કંદ ફળ જળનો આહાર;
જોઇ ભરત સચિવ સહુ માત પીડા પામે છે અતિશય જાત.
માટે સૌ સાથે અવધ પધારો, એના મહિમાને પાછો વધારો;
તાત સ્વર્ગે તમે અહીં તેમ, કરો લાગે સમુચિત જેમ.
(દોહરો)
ધર્મસેતુ કરુણાળુ કાં કહો એમ ના રામ;
દુઃખી લોક બે દિન લહે દર્શનથી વિશ્રામ.

