Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वशिष्ट ने राम को कहा, भरत का प्रस्ताव सुनो
 
गुरु अनुराग भरत पर देखी । राम ह्दयँ आनंदु बिसेषी ॥
भरतहि धरम धुरंधर जानी । निज सेवक तन मानस बानी ॥१॥
 
बोले गुर आयस अनुकूला । बचन मंजु मृदु मंगलमूला ॥
नाथ सपथ पितु चरन दोहाई । भयउ न भुअन भरत सम भाई ॥२॥
 
जे गुर पद अंबुज अनुरागी । ते लोकहुँ बेदहुँ बड़भागी ॥
राउर जा पर अस अनुरागू । को कहि सकइ भरत कर भागू ॥३॥
 
लखि लघु बंधु बुद्धि सकुचाई । करत बदन पर भरत बड़ाई ॥
भरतु कहहीं सोइ किएँ भलाई । अस कहि राम रहे अरगाई ॥४॥
 
(दोहा)   
तब मुनि बोले भरत सन सब सँकोचु तजि तात ।
कृपासिंधु प्रिय बंधु सन कहहु हृदय कै बात ॥ २५९ ॥

*
MP3 Audio

*
 
વશિષ્ઠ રામને ભરતની વાત સાંભળવા કહે છે
 
(દોહરો)
પ્રેમ ભરત પ્રતિ ગુરુતણો પેખી થયા પ્રસન્ન,
ધર્મધુરંધર ભરતને જાણી વદ્યા વચન
 
નિજ સેવક તનમન તથા વચને જાણીને
રામ, ભરતશો ના જગે દીઠો ભાઇને.
*
જે ગુરુપદ પંકજ અનુરાગી લોકવેદમાં તે બડભાગી;
જેના પર આપતણો રાગ, ભરતતણું કોણ કહે ભાગ્ય ?
 
કરતાં લઘુબંધુનાં વખાણ સન્મુખ સંકોચાયે પ્રાણ;
ભરત કહે તે ઉચિત હશે, હિતકર તેનો અમલ થશે.
 
(દોહરો)
કહ્યું વસિષ્ઠે ભરતને, સંકોચ તજી તાત,
કૃપાસિંધુ પ્રિય બંધુને કહો હૃદયની વાત.