मैं ही सर्व अनर्थो का मूल हूँ - भरत
बिधि न सकेउ सहि मोर दुलारा । नीच बीचु जननी मिस पारा ॥
यहउ कहत मोहि आजु न सोभा । अपनीं समुझि साधु सुचि को भा ॥१॥
मातु मंदि मैं साधु सुचाली । उर अस आनत कोटि कुचाली ॥
फरइ कि कोदव बालि सुसाली । मुकुता प्रसव कि संबुक काली ॥२॥
सपनेहुँ दोसक लेसु न काहू । मोर अभाग उदधि अवगाहू ॥
बिनु समुझें निज अघ परिपाकू । जारिउँ जायँ जननि कहि काकू ॥३॥
हृदयँ हेरि हारेउँ सब ओरा । एकहि भाँति भलेहिं भल मोरा ॥
गुर गोसाइँ साहिब सिय रामू । लागत मोहि नीक परिनामू ॥४॥
(दोहा)
साधु सभा गुर प्रभु निकट कहउँ सुथल सति भाउ ।
प्रेम प्रपंचु कि झूठ फुर जानहिं मुनि रघुराउ ॥ २६१ ॥
*
MP3 Audio
*
હું જ બધા અનર્થોનું મુળ છું - ભરત
(દોહરો)
વિધાતા સહી ના શક્યા પરંતુ મારાં લાડ,
અંતર પાડ્યું ઉભયનું નીચ કરીને માત.
એમ કહેવામાંય ના શોભા મારી આજ,
પોતાની સમજે થયો કોણ સાધુ સૌ કાજ ?
*
માતા નીચ ને હું સદાચારી એવી માન્યતા સાચે નઠારી,
કરે કોદરા ડાંગર કોદી ? કાળી છીપ જન્માવે છે મોતી ?
દોષ સ્વપ્નમાં ના દઉં લેશ, મારું દુર્ભાગ્ય સિંધુ વિશેષ;
બધું મુજ પાપનું પરિણામ, કહે કુવચન માને તમામ.
કરી હૃદયમાં શોધ હું હાર્યો, શુભ સાધન તોય ના પામ્યો;
ભલું એક પ્રકાર છે મારું, લાગે પરિણામ છેવટે સારું.
ગુરુ સર્વસમર્થ છે મારા, સ્વામી સીતાના રામ છે ન્યારા;
પ્રેમે સંનિધિ એમની પામ્યો, તીર્થસ્થાને આ મહિમાને જાણ્યો.
(દોહરો)
પ્રપંચ છે કે પ્રેમ છે સત્યાસત્ય વળી
વસિષ્ઠ મુનિ ને રામથી એ છે ગુપ્ત નહીં.

