महाराजा जनक के आगमन के समाचार से सब प्रसन्न
दूतन्ह आइ भरत कइ करनी । जनक समाज जथामति बरनी ॥
सुनि गुर परिजन सचिव महीपति । भे सब सोच सनेहँ बिकल अति ॥१॥
धरि धीरजु करि भरत बड़ाई । लिए सुभट साहनी बोलाई ॥
घर पुर देस राखि रखवारे । हय गय रथ बहु जान सँवारे ॥२॥
दुघरी साधि चले ततकाला । किए बिश्रामु न मग महीपाला ॥
भोरहिं आजु नहाइ प्रयागा । चले जमुन उतरन सबु लागा ॥३॥
खबरि लेन हम पठए नाथा । तिन्ह कहि अस महि नायउ माथा ॥
साथ किरात छ सातक दीन्हे । मुनिबर तुरत बिदा चर कीन्हे ॥४॥
(दोहा)
सुनत जनक आगवनु सबु हरषेउ अवध समाजु ।
रघुनंदनहि सकोचु बड़ सोच बिबस सुरराजु ॥ २७२ ॥
*
MP3 Audio
*
મહારાજા જનકના આગમનના સમાચારથી સર્વ પ્રસન્ન
(દોહરો)
જનકસભામાં એમણે વર્ણન સર્વ કર્યું.
ગુરુપરિજન નૃપ સચિવનું ભાવે હૈયું ભર્યું.
પ્રશંસા કરી ભરતની જનકે ધૈર્ય ધરી,
સેનાપતિ ને સુભટને બોલાવ્યા જલદી.
ઘર, નગર અને દેશમાં રાખી રક્ષકને
તૈયાર કર્યાં વાહનો, હયગય ને રથને.
મુહૂર્ત જોઇ નીકળ્યા ચાલી એ તત્કાળ,
માર્ગે ના વિશ્રામને કરી શક્યા ક્ષણવાર.
પ્રયાગમાં ચાલ્યા કરી આજ સવારે સ્નાન,
અમને આગળ મોકલ્યા કરતા યમુનાપાર.
એમ કહી વંદન કર્યાં ઢાળી સૌએ શીશ;
વિદાય આપી મુનિવરે રક્ષકસાથ સપ્રીત.
જનક આગમન સાંભળી હરખ્યો અવધસમાજ,
થયા રામ સંકોચવશ, વિચારવશ સુરરાજ.

