if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

चर्चा के लिए सब एकत्रित हुए
 
जासु ग्यानु रबि भव निसि नासा । बचन किरन मुनि कमल बिकासा ॥
तेहि कि मोह ममता निअराई । यह सिय राम सनेह बड़ाई ॥१॥
 
बिषई साधक सिद्ध सयाने । त्रिबिध जीव जग बेद बखाने ॥
राम सनेह सरस मन जासू । साधु सभाँ बड़ आदर तासू ॥२॥
 
सोह न राम पेम बिनु ग्यानू । करनधार बिनु जिमि जलजानू ॥
मुनि बहुबिधि बिदेहु समुझाए । रामघाट सब लोग नहाए ॥३॥
 
सकल सोक संकुल नर नारी । सो बासरु बीतेउ बिनु बारी ॥
पसु खग मृगन्ह न कीन्ह अहारू । प्रिय परिजन कर कौन बिचारू ॥४॥
 
(दोहा)
दोउ समाज निमिराजु रघुराजु नहाने प्रात ।
बैठे सब बट बिटप तर मन मलीन कृस गात ॥ २७७ ॥
 
સૌ ચર્ચા માટે ભેગા મળે છે
 
(દોહરો)
જ્ઞાનસૂર્ય જેનો કરે ભવરજનીનો નાશ,
વચનકિરણ જેનાં કરે મુનિમનકમળ વિકાસ,
 
એમને અડી મોહ કે મમતા કેમ શકે,
મહિમા સીતારામના હતો સ્નેહનો એ.
*
વિષયી સાધક જ્ઞાની સિદ્ધ ત્રિવિધ પુરુષ એ વેદપ્રસિદ્ધ,
જેનો રામપ્રેમમય પ્રાણ સાધુ મધ્ય તેનું સન્માન.
 
સોહે પ્રેમ વિના નવ જ્ઞાન, જેમ ખલાસી વગર વહાણ;
શીખ જનકને મુનિએ ધરી; સ્નાન કર્યું જનતાએ વળી.
 
શોકમગ્ન સઘળાં નરનાર, તે દિન જળ ના ગ્રહ્યું લગાર;
કર્યો ન વિહગ મૃગે આહાર, કેમ કરે પશુ પ્રિય પરિવાર ?
 
(દોહરો)
સ્નાન જનક રામે તથા સૌએ કર્યું પ્રભાત;
બેઠાં વડ નીચે બધાં ઉદાસ મન કૃશ ગાત્ર.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.