महाराजा जनक सीता को मिलते है
प्रिय परिजनहि मिली बैदेही । जो जेहि जोगु भाँति तेहि तेही ॥
तापस बेष जानकी देखी । भा सबु बिकल बिषाद बिसेषी ॥१॥
जनक राम गुर आयसु पाई । चले थलहि सिय देखी आई ॥
लीन्हि लाइ उर जनक जानकी । पाहुन पावन पेम प्रान की ॥२॥
उर उमगेउ अंबुधि अनुरागू । भयउ भूप मनु मनहुँ पयागू ॥
सिय सनेह बटु बाढ़त जोहा । ता पर राम पेम सिसु सोहा ॥३॥
चिरजीवी मुनि ग्यान बिकल जनु । बूड़त लहेउ बाल अवलंबनु ॥
मोह मगन मति नहिं बिदेह की । महिमा सिय रघुबर सनेह की ॥४॥
(दोहा)
सिय पितु मातु सनेह बस बिकल न सकी सँभारि ।
धरनिसुताँ धीरजु धरेउ समउ सुधरमु बिचारि ॥ २८६ ॥
*
MP3 Audio
*
જનક સીતાને મળે છે
(દોહરો)
વસિષ્ઠની આજ્ઞા લઇ જનક પધાર્યા સ્થાન,
સીતાને ભેટયા તરત પ્રસન્ન કરતાં પ્રાણ.
*
ઉર ઉછળ્યો અંબુધિ અનુરાગ, બન્યું જનક મન પુનિત પ્રયાગ;
અક્ષયવટ ત્યાં સીતા પ્રેમ, સોહે રામસ્નેહ શિશુ તેમ.
(દોહરો)
ચિરંજીવી મુનિ જનકના જ્ઞાનતણા જ્યારે
વ્યાકુળ બનતાં ડૂબતા હતા વિવશ ત્યારે,
અવલંબન પામ્યા પરમ રઘુપતિ શિશુકેરું
મંગલકારક શાંતિપ્રદ અલૌકિક અનેરું.
મોહમગ્ન બુદ્ધિ બની મિથિલેશ્વરની ના
મહિમા સીતારામના હતો સ્નેહનો હા !
માતતાતના સ્નેહથી સીતા વિકળ બની,
સમય સુધર્મ વિચારતાં ધીરજ કિન્તુ ધરી.

