Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा जनक सीता को मिलते है
 
तापस बेष जनक सिय देखी । भयउ पेमु परितोषु बिसेषी ॥
पुत्रि पवित्र किए कुल दोऊ । सुजस धवल जगु कह सबु कोऊ ॥१॥
 
जिति सुरसरि कीरति सरि तोरी । गवनु कीन्ह बिधि अंड करोरी ॥
गंग अवनि थल तीनि बड़ेरे । एहिं किए साधु समाज घनेरे ॥२॥
 
पितु कह सत्य सनेहँ सुबानी । सीय सकुच महुँ मनहुँ समानी ॥
पुनि पितु मातु लीन्ह उर लाई । सिख आसिष हित दीन्हि सुहाई ॥३॥
 
कहति न सीय सकुचि मन माहीं । इहाँ बसब रजनीं भल नाहीं ॥
लखि रुख रानि जनायउ राऊ । हृदयँ सराहत सीलु सुभाऊ ॥४॥
 
(दोहा)    
बार बार मिलि भेंट सिय बिदा कीन्ह सनमानि ।
कही समय सिर भरत गति रानि सुबानि सयानि ॥ २८७ ॥

*
MP3 Audio

*
 
જનક સીતાને મળે છે
 
(દોહરો)
તપસ્વિનીના વેશમાં સીતાને ભાળી
જનકને થઇ પ્રીતિ ને પરિતૃપ્તિ ન્યારી.
 
પુત્રી, પવિત્ર છે કર્યાં બંને કુળને તેં,
ઉજ્જવળ સુયશે છે કર્યું, કહે સર્વ, જગને.
*
તારી કીર્તિરૂપી સરિતા તજી સુરસરી શુચિ સલિલા
વહે કોટિ બ્રહ્માંડમહીં, વિલુપ્ત સ્વપ્ને થયા નહીં.
 
ગંગાએ ત્રણ તીર્થ કર્યાં, ગૌરવ સૌથી અધિક ધર્યાં,
પરંતુ તુજ યશસરિતા વહી કરતાં અસંખ્ય સંત રહી.
 
સુણી સત્ય સ્નેહમયી વાણ સંકોચાયે સીતાપ્રાણ;
માતપિતાએ ભેટી ફરી શીખ શુભાશિષ મંગલ ધરી
 
કર્યો સીતાએ સહજ વિચાર, રાત રહેવામાં ના સાર;
જાણી સુનયના તથા રાય સ્તવવા લાગ્યાં શીલ સ્વભાવ.
 
(દોહરો)
વિદાય સીતાને કરી સન્માની ભેટી;
ભરતની દશા વર્ણન ઉચિત સમયે દેખી.