Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम वशिष्ट और जनक का निर्णय स्वीकारने को राजी  
 
करि कुचालि सोचत सुरराजू । भरत हाथ सबु काजु अकाजू ॥
गए जनकु रघुनाथ समीपा । सनमाने सब रबिकुल दीपा ॥१॥
 
समय समाज धरम अबिरोधा । बोले तब रघुबंस पुरोधा ॥
जनक भरत संबादु सुनाई । भरत कहाउति कही सुहाई ॥२॥
 
तात राम जस आयसु देहू । सो सबु करै मोर मत एहू ॥
सुनि रघुनाथ जोरि जुग पानी । बोले सत्य सरल मृदु बानी ॥३॥
 
बिद्यमान आपुनि मिथिलेसू । मोर कहब सब भाँति भदेसू ॥
राउर राय रजायसु होई । राउरि सपथ सही सिर सोई ॥४॥
 
(दोहा)   
राम सपथ सुनि मुनि जनकु सकुचे सभा समेत ।
सकल बिलोकत भरत मुखु बनइ न उतरु देत ॥ २९६ ॥

*
MP3 Audio

*
 
રામ વડીલો અને ગુરુનો આદેશ માથે ચડાવવા તૈયાર
 
(દોહરો)
દેવરાજ ઇન્દ્રે કર્યો કરી કુચાલ વિચાર,
કાજ અકાજ બધું રહ્યું એક ભરતને હાથ.
 
ગયા જનક બીજી તરફ મુનિસહ રામ સમીપ,
સત્કાર કર્યો સર્વનો રામે રવિકુળદીપ.
 
રઘુકુળના ગુરુ મુનિવરે મધુમય વચન કહ્યાં
સમય સમાજ સુધર્મને સાનુકૂળ સઘળાં.
 
પ્રથમ જનક ને ભરતનો સર્વ કહ્યો સંવાદ,
કરી ભરત કેરી પછી વાતો સુંદર યાદ.
 
પછી કહ્યું, આજ્ઞા કરો તેમજ સર્વ કરે;
રામ વદ્યા વંદી સરળ કોમળ સત્ય સ્વરે.
 
મિથિલેશ્વર ને આપ છો પછી કહું શું હું,
ઉભય ધરો આદેશ તે મુજબ સહર્ષ કરુ.
 
રામશપથથી સર્વને થઇ રહ્યો સંકોચ;
જોયું સૌએ ભરત પ્રતિ વ્યક્ત કરી સંતોષ.