if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत का अदभुत व्यक्तित्व  
 
भरत सुभाउ न सुगम निगमहूँ । लघु मति चापलता कबि छमहूँ ॥
कहत सुनत सति भाउ भरत को । सीय राम पद होइ न रत को ॥१॥
 
सुमिरत भरतहि प्रेमु राम को । जेहि न सुलभ तेहि सरिस बाम को ॥
देखि दयाल दसा सबही की । राम सुजान जानि जन जी की ॥२॥
 
धरम धुरीन धीर नय नागर । सत्य सनेह सील सुख सागर ॥
देसु काल लखि समउ समाजू । नीति प्रीति पालक रघुराजू ॥३॥
 
बोले बचन बानि सरबसु से । हित परिनाम सुनत ससि रसु से ॥
तात भरत तुम्ह धरम धुरीना । लोक बेद बिद प्रेम प्रबीना ॥४॥
 
(दोहा) 
करम बचन मानस बिमल तुम्ह समान तुम्ह तात ।
गुर समाज लघु बंधु गुन कुसमयँ किमि कहि जात ॥ ३०४ ॥
 
ભરતના વ્યક્તિત્વની મહાનતા
 
(દોહરો)
ભરત સ્વભાવ ખરે નથી સુગમ નિગમને કાજ,
લઘુમતિ ચંચળતા ક્ષમા કરજો કવિ મુજ આજ.
 
ભરતતણા સદભાવનું કથન શ્રવણ કરતાં
રતિ કોને નવ પ્રગટશે સીયરામપદમાં ?
*
સ્મરતાં ભરતને રામનો પ્રેમ જાગે ના તે અભાગીની જેમ
જગમાં માનવને એવા જાણો, સૌને દુઃખી સદા માટે માનો.
 
દેખી રામે દશા સઘળા જનની, સમજી સ્થિતિને ભરતના મનની,
દેશકાળ પ્રસંગ સમાજ કર્યો વ્યક્ત અમૃતશો અવાજ.
 
ધીર ધર્મધુરંધર શુદ્ધ, સત્ય શીલ સુખસ્નેહ સમુદ્ર,
નીતિપ્રીતિના પાલક રામ વદ્યા વચન હિતકર ને નિષ્કામ.
 
(દોહરો)
ધર્મધુરા ધરનાર છો લોકવેદજ્ઞાતા
પ્રેમપ્રવીણ ભરત તમે સૌનાયે ત્રાતા.
 
કર્મ વચન મનથી વિમળ અનન્ય એક તમે,
ગુરુ સમક્ષ લઘુબંધુ ગુણ કસમય કોણ કહે ?

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.