if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

निषादराज गुह विदाय लेता है 
 
बिदा कीन्ह सनमानि निषादू । चलेउ हृदयँ बड़ बिरह बिषादू ॥
कोल किरात भिल्ल बनचारी । फेरे फिरे जोहारि जोहारी ॥१॥
 
प्रभु सिय लखन बैठि बट छाहीं । प्रिय परिजन बियोग बिलखाहीं ॥
भरत सनेह सुभाउ सुबानी । प्रिया अनुज सन कहत बखानी ॥२॥
 
प्रीति प्रतीति बचन मन करनी । श्रीमुख राम प्रेम बस बरनी ॥
तेहि अवसर खग मृग जल मीना । चित्रकूट चर अचर मलीना ॥३॥
 
बिबुध बिलोकि दसा रघुबर की । बरषि सुमन कहि गति घर घर की ॥
प्रभु प्रनामु करि दीन्ह भरोसो । चले मुदित मन डर न खरो सो ॥४॥
 
(दोहा) 
सानुज सीय समेत प्रभु राजत परन कुटीर ।
भगति ग्यानु बैराग्य जनु सोहत धरें सरीर ॥ ३२१ ॥
 
ગુહ પાછો ફરે છે
 
વાળ્યો પાછો સન્માની નિષાદ, ચાલ્યો વેઠી વિરહનો વિષાદ;
ભીલ કોળી કિરાત વનચારી સર્વે વંદી ચાલ્યા મન મારી.
 
પ્રભુ સીતા લક્ષ્મણ વટછાંયે ડૂબ્યા પ્રિયની વિરહવ્યથામાંહે;
ભરત સ્નેહસ્વભાવ સુવાણ રઘુવર કરવાને લાગ્યા વખાણ.
 
પ્રેમ મનકર્મવચને વિશ્વાસ, રામે વર્ણવ્યો શ્રીમુખથી ખાસ;
ત્યારે પશુપક્ષી જળમીન ખાસ બન્યા જીવો ગિરિના સૌ ઉદાસ.
 
દેખી દેવ દશા રઘુવરની વરસ્યા સુમનો કથા કહી ઘરની;
વંદી આશ્વાસન રઘુનાથે આપ્યું, કરી નિર્ભય કષ્ટને કાપ્યું.
 
(દોહરો)
પ્રભુ સીતા લક્ષ્મણ સહિત સોહે પર્ણકુટિર,
ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જ્યમ સોહે ધરી શરીર.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.