if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम की पादुका सिंहासन पर स्थापित 
 
सचिव सुसेवक भरत प्रबोधे । निज निज काज पाइ पाइ सिख ओधे ॥
पुनि सिख दीन्ह बोलि लघु भाई । सौंपी सकल मातु सेवकाई ॥१॥
 
भूसुर बोलि भरत कर जोरे । करि प्रनाम बय बिनय निहोरे ॥
ऊँच नीच कारजु भल पोचू । आयसु देब न करब सँकोचू ॥२॥
 
परिजन पुरजन प्रजा बोलाए । समाधानु करि सुबस बसाए ॥
सानुज गे गुर गेहँ बहोरी । करि दंडवत कहत कर जोरी ॥३॥
 
आयसु होइ त रहौं सनेमा । बोले मुनि तन पुलकि सपेमा ॥
समुझव कहब करब तुम्ह जोई । धरम सारु जग होइहि सोई ॥४॥
 
(दोहा)   
सुनि सिख पाइ असीस बड़ि गनक बोलि दिनु साधि ।
सिंघासन प्रभु पादुका बैठारे निरुपाधि ॥ ३२३ ॥

*
MP3 Audio

*
 
રામની પાદુકાને સિંહાસને સ્થાપવામાં આવે છે
 
(દોહરો)
સચિવ સેવકોને કર્યો ભરતે પ્રેમ પ્રબોધ,
કર્તવ્યે લાગી ગયા સઘળા પામી બોધ.
 
બોલાવી શત્રુઘ્નને દીધી શીખ વળી,
જવાબદારી માતની સેવાતણી ધરી.
*
કહ્યું ભૂસુરને કરતાં પ્રણામ, કરી પ્રાર્થના વિનયે તમામ;
કરજો સેવા કરવાનો આદેશ, કરશો સંકોચ સ્વપ્ને ના લેશ.
 
પુરજન પરિજન સૌને વધાવી દીધાં સુખપૂર્વક સ્નેહે વસાવી;
પહોંચ્યા સાનુજ પછી ગુરુ પાસે બોલ્યા પ્રણમી અનુમતિતણી આશે
 
(દોહરો)
આજ્ઞા આપો તો હવે પાળી નિયમ રહું;
મુનિએ રોમાંચિત તને પ્રેમે તરત કહ્યું,
 
ભરત, તમે જે સમજશો કહેશો કરશો ને
થશે ધર્મના સારરૂપ સકળ જગતમાં તે.
 
મળી જ્યોતિષીને પછી ભરતે દિન સાધી
શુભાશિષે પ્રભુપાદુકા સિંહાસન સ્થાપી.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.