if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

शिवजी पार्वती को रामजन्म कथा सुनाते है
 
(चौपाई)
एहि बिधि सब संसय करि दूरी । सिर धरि गुर पद पंकज धूरी ॥
पुनि सबही बिनवउँ कर जोरी । करत कथा जेहिं लाग न खोरी ॥१॥
 
सादर सिवहि नाइ अब माथा । बरनउँ बिसद राम गुन गाथा ॥
संबत सोरह सै एकतीसा । करउँ कथा हरि पद धरि सीसा ॥२॥
 
नौमी भौम बार मधु मासा । अवधपुरीं यह चरित प्रकासा ॥
जेहि दिन राम जनम श्रुति गावहिं । तीरथ सकल तहाँ चलि आवहिं ॥३॥
 
असुर नाग खग नर मुनि देवा । आइ करहिं रघुनायक सेवा ॥
जन्म महोत्सव रचहिं सुजाना । करहिं राम कल कीरति गाना ॥४॥
 
(दोहा)
मज्जहि सज्जन बृंद बहु पावन सरजू नीर ।
जपहिं राम धरि ध्यान उर सुंदर स्याम सरीर ॥ ३४ ॥

*
MP3 Audio

*
 
શિવજી પાર્વતીને રામજન્મની કથા કહે છે
 
શંકા સઘળી દૂર કરી, ગુરુચરણરજ મસ્તક ધરી,
વિનવું સૌને કરી પ્રણામ કરવા સફળ કથાનું કામ.
 
સાદર શિવને કરી પ્રણામ ધરું કથા પ્રતિ મારું ધ્યાન;
હરિચરણોમાં મૂકી શીશ, સોળસો અને એકત્રીસ
 
વિક્રમ સંવત કરું કથા, રામગુણોથી મટે વ્યથા.
ચૈત્ર માસ સુદ નવમ વળી મંગળવારે મંગલમયી
 
અયોધ્યાપુરીમાં આરંભ કર્યો કથાનો છોડી દંભ.
રામજન્મ તે દિવસે થાય, તીર્થો સઘળાં મહિમા ગાય,
 
અસુર નાગ મુનિ માનવ દેવ આવી કરે રામની સેવ.
જન્મમહોત્સવને ઊજવે, સ્મરે રામકેરા યશને.
 
(દોહરો)       
સ્નાન પાન સજ્જન કરે પવિત્ર સરયૂ નીર,
ધ્યાન ધરે રઘુવર રટે સુંદર શ્યામ શરીર.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.