याज्ञवल्क्य और भरद्वाज का संवाद
(चौपाई)
जैसे मिटै मोर भ्रम भारी । कहहु सो कथा नाथ बिस्तारी ॥
जागबलिक बोले मुसुकाई । तुम्हहि बिदित रघुपति प्रभुताई ॥१॥
राममगत तुम्ह मन क्रम बानी । चतुराई तुम्हारी मैं जानी ॥
चाहहु सुनै राम गुन गूढ़ा । कीन्हिहु प्रस्न मनहुँ अति मूढ़ा ॥२॥
तात सुनहु सादर मनु लाई । कहउँ राम कै कथा सुहाई ॥
महामोहु महिषेसु बिसाला । रामकथा कालिका कराला ॥३॥
रामकथा ससि किरन समाना । संत चकोर करहिं जेहि पाना ॥
ऐसेइ संसय कीन्ह भवानी । महादेव तब कहा बखानी ॥४॥
(दोहा)
कहउँ सो मति अनुहारि अब उमा संभु संबाद ।
भयउ समय जेहि हेतु जेहि सुनु मुनि मिटिहि बिषाद ॥ ४७ ॥
*
MP3 Audio
*
યાજ્ઞવલ્ક્ય - ભરદ્વાજ સંવાદ
(દોહરો)
જેથી ભ્રમ મારો મટે એવી કહો કથા;
યાજ્ઞવલ્ક્ય બોલ્યા, તમે જાણો છો પ્રભુતા.
*
પ્રભુતા તમે રામની જાણો, સંશય તોપણ કહેતા છાનો;
રામભક્ત મનક્રમવાણી, ચતુરતા તમારી જાણી;
સુણવા ચહો રામગુણ ગૂઢ તેથી પૂછો જેમ વિમૂઢ.
સુંદર રામકથાને ગાઉં, સાદર સુણો પ્રેમરસ પાઉં;
મહામોહ મહિષાસુર માનો, રામકથા કાલિકા પ્રમાણો.
રામકથા શશિકિરણ સમાન સંત ચકોર કરે છે પાન;
શિવપાર્વતીતણો સંવાદ કહું હવે મુજ મતિ અનુસાર.
(દોહરો)
સંશય એવો પાર્વતીમનમાં પણ પ્રગટયો
મહાદેવ ત્યારે વદ્યા સુંદર મધુ વચનો.
સંવાદ કહું એમનો તમને ભાવ કરી,
વિષાદ ના આવો થશે જેથી કદી ફરી.

