श्रीराम की अवस्था देखकर पार्वती द्विधा में
(चौपाई)
बिष्नु जो सुर हित नरतनु धारी । सोउ सर्बग्य जथा त्रिपुरारी ॥
खोजइ सो कि अग्य इव नारी । ग्यानधाम श्रीपति असुरारी ॥१॥
संभुगिरा पुनि मृषा न होई । सिव सर्बग्य जान सबु कोई ॥
अस संसय मन भयउ अपारा । होई न हृदयँ प्रबोध प्रचारा ॥२॥
जद्यपि प्रगट न कहेउ भवानी । हर अंतरजामी सब जानी ॥
सुनहि सती तव नारि सुभाऊ । संसय अस न धरिअ उर काऊ ॥३॥
जासु कथा कुभंज रिषि गाई । भगति जासु मैं मुनिहि सुनाई ॥
सोउ मम इष्टदेव रघुबीरा । सेवत जाहि सदा मुनि धीरा ॥४॥
(छंद)
मुनि धीर जोगी सिद्ध संतत बिमल मन जेहि ध्यावहीं ।
कहि नेति निगम पुरान आगम जासु कीरति गावहीं ॥
सोइ रामु ब्यापक ब्रह्म भुवन निकाय पति माया धनी ।
अवतरेउ अपने भगत हित निजतंत्र नित रघुकुलमनि ॥
(सोरठा)
लाग न उर उपदेसु जदपि कहेउ सिवँ बार बहु ।
बोले बिहसि महेसु हरिमाया बलु जानि जियँ ॥ ५१ ॥
*
MP3 Audio
*
પાર્વતીને શંકા થાય છે
વિષ્ણુ સુરહિત નરતનધારી છે સર્વજ્ઞ જેવા ત્રિપુરારી;
ખોજે અજ્ઞ જેવા તે શું નારી જ્ઞાનધામ શ્રીપતિ અસુરારિ ?
વાણી શંકરની મિથ્યા ના હોય, શિવ સર્વજ્ઞ સમજે સૌ કોય;
પ્રગટયા સંશયો મનમાં અપાર, થયો ઉર ના પ્રબોધપ્રચાર.
બોલી પ્રગટ શક્યાં ના ભવાની, ગયા અંતર્યામી હર જાણી;
સુણો સતી, છે નારીસ્વભાવ, ઘટે સંશયનો હોવો અભાવ.
કથા કુંભજઋષિએ જેની ગાઇ, ભક્તિ ઋષિને સુણાવી મેં કાંઇ,
ઇષ્ટદેવ તે મુજ રઘુવીર સેવે જેને સદા મુનિ ધીર.
(છંદ)
મુનિ ધીર યોગી સિદ્ધ સંતત ધ્યાન શુચિ જેનું ધરે
ને નેતિસ્વરમાં નિગમ શાસ્ત્ર પુરાણ સ્તુતિ જેની કરે;
તે રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાયપતિ માયાધણી
અવતર્યા છે નિજભક્ત હિત નિજ તંત્ર પ્રભુ રઘુકુલમણિ.
(દોહરો)
સમજાવ્યાં બહુ વાર પણ લાગ્યો ના ઉપદેશ;
હરિમાયાબળ જાણતાં હસતાં વદ્યા મહેશ.