श्रीराम माता पार्वती को अपनी महिमा का दर्शन कराते है
(चौपाई)
मैं संकर कर कहा न माना । निज अग्यानु राम पर आना ॥
जाइ उतरु अब देहउँ काहा । उर उपजा अति दारुन दाहा ॥१॥
जाना राम सतीं दुखु पावा । निज प्रभाउ कछु प्रगटि जनावा ॥
सतीं दीख कौतुकु मग जाता । आगें रामु सहित श्री भ्राता ॥२॥
फिरि चितवा पाछें प्रभु देखा । सहित बंधु सिय सुंदर वेषा ॥
जहँ चितवहिं तहँ प्रभु आसीना । सेवहिं सिद्ध मुनीस प्रबीना ॥३॥
देखे सिव बिधि बिष्नु अनेका । अमित प्रभाउ एक तें एका ॥
बंदत चरन करत प्रभु सेवा । बिबिध बेष देखे सब देवा ॥४॥
(दोहा)
सती बिधात्री इंदिरा देखीं अमित अनूप ।
जेहिं जेहिं बेष अजादि सुर तेहि तेहि तन अनुरूप ॥ ५४ ॥
*
MP3 Audio
*
શ્રીરામ પાર્વતીને ઓળખી જાય છે અને પોતાની લીલા બતાવે છે
(દોહરો)
શિવનું માન્યું કથન ના, આરોપ્યું અજ્ઞાન
મારું મેં રઘુવરમહીં સાશંક કરી પ્રાણ.
ઉત્તર શંકરને હવે શો આપીશ જઇ;
રહ્યો સતીના હૃદયને દારુણ દાહ દહી.
*
સતીનું સમજી રામે દુઃખ પ્રભાવ દર્શાવ્યો અનુરૂપ;
સીતા લક્ષ્મણ આગળ રામ કૌતુક દેખાયું અભિરામ.
સતીએ પાછળ જોયું ફરી, લક્ષ્મણ સીતા રઘુવર વળી
દેખાયા અતિસુંદર વેશ, સંશય રહ્યો નહીં લવલેશ.
જ્યાં જોયું ત્યાં પ્રભુ આસીન, સેવે સિદ્ધમુનીશ પ્રવીણ.
અનેક શિવ વિધિ વિષ્ણુ અનેક અમિત પ્રભાવ પ્રસિદ્ધ દરેક;
વંદી ચરણ કરે પ્રભુસેવ વિવિધ વેશ નીરખ્યા સહુ દેવ.
(દોહરો)
સતી વિધાત્રી ઇંદિરા દેખી અમિત અનૂપ
જે જે વેશ અજાદિ સુર તે તે તન અનુરૂપ.