if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

दक्ष प्रजापति का यज्ञ
 
(चौपाई)
एहि बिधि दुखित प्रजेसकुमारी । अकथनीय दारुन दुखु भारी ॥
बीतें संबत सहस सतासी । तजी समाधि संभु अबिनासी ॥१॥
 
राम नाम सिव सुमिरन लागे । जानेउ सतीं जगतपति जागे ॥
जाइ संभु पद बंदनु कीन्ही । सनमुख संकर आसनु दीन्हा ॥२॥
 
लगे कहन हरिकथा रसाला । दच्छ प्रजेस भए तेहि काला ॥
देखा बिधि बिचारि सब लायक । दच्छहि कीन्ह प्रजापति नायक ॥३॥
 
बड़ अधिकार दच्छ जब पावा । अति अभिमानु हृदयँ तब आवा ॥
नहिं कोउ अस जनमा जग माहीं । प्रभुता पाइ जाहि मद नाहीं ॥४॥
 
(दोहा)
दच्छ लिए मुनि बोलि सब करन लगे बड़ जाग ।
नेवते सादर सकल सुर जे पावत मख भाग ॥ ६० ॥

*
MP3 Audio

*
 
દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરે છે
 
(દોહરો)       
જળ પયસમ વેચાય, જુઓ પ્રીતની રીત શુભ,
કપટ ખટાશ પડયે તરત અલગ થાય રસ જાય.
 
દક્ષસુતા એવી રીતે દુઃખી બન્યાં ભારે,
અકથનીય દારુણ દુઃખ કહી શકું ક્યારે ?
 
વરસ એમ વીતી ગયાં ત્યાં સત્યાસી હજાર
સમાધિ છોડી શંકરે ત્યારે દીનદયાળ.
 
રામનામનું સંસ્મરણ કરવાને લાગ્યા
જાણ્યું ભવાનીએ તદા જગતપતિ જ જાગ્યા.
 
જઇ શંભુના પદમહીં પ્રેમે કર્યા પ્રણામ,
આસન અર્પ્યું શંકરે સન્મુખ શુચિ અભિરામ.
 
કહેવા લાગ્યા હરિકથા અદભુત તેમ રસાળ,
દક્ષ પ્રજાપતિનો પરમ પામ્યા ત્યારે ભાર.
*
યોગ્ય સર્વ પ્રકારે વિચારી, અર્પી બ્રહ્માએ પદવી ભારી,
પ્રજાપતિઓનો નાયક કીધો, દૈવી અધિકાર દક્ષને દીધો.
 
પામી એવો મોટો અધિકાર થયો અતિ અહંકાર;
જન્મ્યો એવો નથી કોઇ જગમાં પ્રભુતા પામી થયો જેને મદ ના.
 
(દોહરો)       
એકત્ર કરી મુનિ સકળ કરવા માંડયો યાગ,
સાદર સુરને નોતર્યા લેનારા મખભાગ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.