उमा के लिए महेश सुयोग्य वर – नारद वचन
(चौपाई)
सुरसरि जल कृत बारुनि जाना । कबहुँ न संत करहिं तेहि पाना ॥
सुरसरि मिलें सो पावन जैसें । ईस अनीसहि अंतरु तैसें ॥१॥
संभु सहज समरथ भगवाना । एहि बिबाहँ सब बिधि कल्याना ॥
दुराराध्य पै अहहिं महेसू । आसुतोष पुनि किएँ कलेसू ॥२॥
जौं तपु करै कुमारि तुम्हारी । भाविउ मेटि सकहिं त्रिपुरारी ॥
जद्यपि बर अनेक जग माहीं । एहि कहँ सिव तजि दूसर नाहीं ॥३॥
बर दायक प्रनतारति भंजन । कृपासिंधु सेवक मन रंजन ॥
इच्छित फल बिनु सिव अवराधे । लहिअ न कोटि जोग जप साधें ॥४॥
(दोहा)
अस कहि नारद सुमिरि हरि गिरिजहि दीन्हि असीस ।
होइहि यह कल्यान अब संसय तजहु गिरीस ॥ ७० ॥
*
MP3 Audio
*
ઉમા માટે શિવ એકમાત્ર યોગ્ય વર - નારદજી
ગંગાજલકૃત મદિરા હોય સંત કરે પણ પાન ન કોય;
સુરસરી મળી પાવન થાય, એમ જીવ શિવ ભેદ મનાય.
સહજ સમર્થ શંભુ ભગવાન, સૌવિધ વિવાહમાં કલ્યાણ;
દુરારાધ્ય છે કહ્યા મહેશ તપથી થાય પ્રસન્ન હંમેશ.
કરે કુમારી તપને જો ભાવિ મટાડે શંકર તો;
જોકે વર છે જગે અનેક, આને માટે શિવ છે એક.
વરદાયક ભક્તનપ્રતિપાળ કૃપાસિંધુ સેવક મનપ્રાણ;
કોટિયોગ જપયજ્ઞ કરાય, શિવારાધના પ્રીતિ સિવાય
ઇચ્છાનુસાર ફળ ના મળે, શાંતિપ્રદાયક તે ન ઠરે.
(દોહરો)
કહ્યું નારદે હરિ સ્મરી અર્પીને આશિષ
શ્રેય સધાશે સર્વવિધ, સંશય તજો ગિરીશ!