उमा को तप करने की हिमालय की सलाह
(चौपाई)
अब जौ तुम्हहि सुता पर नेहू । तौ अस जाइ सिखावन देहू ॥
करै सो तपु जेहिं मिलहिं महेसू । आन उपायँ न मिटहि कलेसू ॥१॥
नारद बचन सगर्भ सहेतू । सुंदर सब गुन निधि बृषकेतू ॥
अस बिचारि तुम्ह तजहु असंका । सबहि भाँति संकरु अकलंका ॥२॥
सुनि पति बचन हरषि मन माहीं । गई तुरत उठि गिरिजा पाहीं ॥
उमहि बिलोकि नयन भरे बारी । सहित सनेह गोद बैठारी ॥३॥
बारहिं बार लेति उर लाई । गदगद कंठ न कछु कहि जाई ॥
जगत मातु सर्बग्य भवानी । मातु सुखद बोलीं मृदु बानी ॥४॥
(दोहा)
सुनहि मातु मैं दीख अस सपन सुनावउँ तोहि ।
सुंदर गौर सुबिप्रबर अस उपदेसेउ मोहि ॥ ७२ ॥
*
MP3 Audio
*
હિમાલય ઉમાને તપ કરવાનું સુચવે છે
હોય તમને સુતા પર પ્રેમ આપો શીખ તો એને સપ્રેમ
જેથી મેળવે તપથી મહેશ, એ જ સાધને શમશે કલેશ.
વચનો નારદનાં ગૂઢ સાચાં મુજને સકળ સહેતુક લાગ્યાં;
શંભુ ગુણનિધિ અકલંક તેમ, છોડો શંકા વિચારીને એમ.
પતિવચને પ્રસન્ન બનીને મેના હરખી ઉમાને મળીને,
નીર નેત્રોમાં નેહે ભરાયાં, રોમ રંગથકી છલકાયાં.
લાગી આલિંગવા વારંવાર, પ્રાણે પ્રીતડી પ્રગટી અપાર,
કંઠ રૂંધાતા બોલી શકી ના, ઉરે જડતા જરાય ટકી ના.
(દોહરો)
જગતમાત સર્વજ્ઞ એ ભવાની વદી વાણ,
માતાનો સુખશાંતિથી પુલકિત કરવા પ્રાણ.
માત સ્વપ્ન આવ્યું મને કહી બતાવું તે,
સુંદર ગૌર સુવિપ્રવર એવું ઉપદેશે.