Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सप्तर्षि द्नारा उमा की परीक्षा
 
(चौपाई)
रिषिन्ह गौरि देखी तहँ कैसी । मूरतिमंत तपस्या जैसी ॥
बोले मुनि सुनु सैलकुमारी । करहु कवन कारन तपु भारी ॥१॥
 
केहि अवराधहु का तुम्ह चहहू । हम सन सत्य मरमु किन कहहू ॥
कहत बचत मनु अति सकुचाई । हँसिहहु सुनि हमारि जड़ताई ॥२॥
 
मनु हठ परा न सुनइ सिखावा । चहत बारि पर भीति उठावा ॥
नारद कहा सत्य सोइ जाना । बिनु पंखन्ह हम चहहिं उड़ाना ॥३॥
 
देखहु मुनि अबिबेकु हमारा । चाहिअ सदा सिवहि भरतारा ॥ ४ ॥
 
(दोहा)
सुनत बचन बिहसे रिषय गिरिसंभव तब देह ।
नारद कर उपदेसु सुनि कहहु बसेउ किसु गेह ॥ ७८ ॥

*
MP3 Audio

*
 
સપ્તર્ષિઓ ઉમાની પરીક્ષા લે છે
 
(દોહરો)       
મૂર્તિમંત તપસ્યા સમી ગૌરીને જોઇ
ઋષિઓ બોલ્યા, તપથકી, કાયા કાં ધોઇ ?
*
કોને આરાધો તેમ શું ચાહો, લેવા એવો શું માગો લહાવો ?
વદતાં વચન સંકોચાય મન, મારું મનડું માગે મહાધન,
 
કરી હઠ ના શિખામણ માને, ચહે ભીંત જલે ચણવાને.
સુણી મૂર્ખતા હસશો તમે એ, મન મુગ્ધ મહારું બન્યું છે.
 
વાણી દેવર્ષિની સત્ય માની ઊડવા પાંખ વગર માગે પ્રાણી
જુઓ અવિવેક મારો નઠારો, ચહું કરવા શિવને વર ન્યારો.
 
(દોહરો)       
સુણી શબ્દ ઋષિઓ હસ્યા, ગિરિસંભવ તવ દેહ;
નારદના ઉપદેશથી વસ્યાં કેટલાં ગેહ ?
 
સંદેહ શમાવો સકળ અનુગ્રહ દિવ્ય કરો
વિના વિલંબ વિયોગની વ્યથા અશાંતિ હરો.