Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रामकथा का महात्म्य
 
(चौपाई)
रामकथा सुंदर कर तारी । संसय बिहग उडावनिहारी ॥
रामकथा कलि बिटप कुठारी । सादर सुनु गिरिराजकुमारी ॥१॥
 
राम नाम गुन चरित सुहाए । जनम करम अगनित श्रुति गाए ॥
जथा अनंत राम भगवाना । तथा कथा कीरति गुन नाना ॥२॥
 
तदपि जथा श्रुत जसि मति मोरी । कहिहउँ देखि प्रीति अति तोरी ॥
उमा प्रस्न तव सहज सुहाई । सुखद संतसंमत मोहि भाई ॥३॥
 
एक बात नहि मोहि सोहानी । जदपि मोह बस कहेहु भवानी ॥
तुम जो कहा राम कोउ आना । जेहि श्रुति गाव धरहिं मुनि ध्याना ॥४॥
 
(दोहा)
कहहि सुनहि अस अधम नर ग्रसे जे मोह पिसाच ।
पाषंडी हरि पद बिमुख जानहिं झूठ न साच ॥ ११४ ॥

*
MP3 Audio

*
 
રામકથાનું મહાત્મ્ય
 
(દોહરો)        
રામકથા તાળીસમી સંશયનાં પક્ષી
ઉડાડનારી હૃદયને સુખ શાશ્વત બક્ષી.
 
કલિયુગના વટવૃક્ષને કુહાડીસમી છે,
સાદર સુણો કથા તમે હિમાલયસુતા હે !
 
રામગુણચરિત જન્મ ને કર્મ વર્ણવે વેદ,
મહિમા ગાયે રામનો, સર્વ શમાવે ખેદ.
 
રામ અનંત, કથા ગુણો યશ પણ એમ અનંત,
તોપણ પ્રેમ જગાવતાં કહે પરસ્પર સંત.
 
બુદ્ધિ મુજબ કથા કહું રઘુનંદનની હું,
પ્રશ્ન તમારો સહજ ને સુંદર સુખદ ગણું.
 
તમે કહ્યું કે રામ એ કોઇ બીજા છે,
કથન તમારું ના ગમ્યું મુજને સાચે એ.
 
તમે તો કહ્યું રામના ગુણને સાંભળવા,
શંકા એના ચિત્તમાં એવી હોય છતાં
 
મોહપિશાચ તણા અધમ પ્રભાવમાં જે હોય;
અજ્ઞ હરિથી વિમુખ ને પાખંડી પણ હોય.
 
સાચાખોટાનો વળી વિવેક ના જાણે,
માનવ એ એવું કહે સુણે તથા માને.