Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मनु महाराज श्रीहरि जैसे पुत्र की कामना करते है
 
(चौपाई)
सुनि प्रभु बचन जोरि जुग पानी । धरि धीरजु बोली मृदु बानी ॥
नाथ देखि पद कमल तुम्हारे । अब पूरे सब काम हमारे ॥१॥
 
एक लालसा बड़ि उर माही । सुगम अगम कहि जात सो नाहीं ॥
तुम्हहि देत अति सुगम गोसाईं । अगम लाग मोहि निज कृपनाईं ॥२॥
 
जथा दरिद्र बिबुधतरु पाई । बहु संपति मागत सकुचाई ॥
तासु प्रभा जान नहिं सोई । तथा हृदयँ मम संसय होई ॥३॥
 
सो तुम्ह जानहु अंतरजामी । पुरवहु मोर मनोरथ स्वामी ॥
सकुच बिहाइ मागु नृप मोहि । मोरें नहिं अदेय कछु तोही ॥४॥
 
(दोहा)
दानि सिरोमनि कृपानिधि नाथ कहउँ सतिभाउ ॥
चाहउँ तुम्हहि समान सुत प्रभु सन कवन दुराउ ॥ १४९ ॥

*
MP3 Audio

*
 
મનુ મહારાજ શ્રીહરિ જેવા પુત્રની કામના કરે છે
 
વચન સુણીને જોડી હાથ બોલ્યા મનુ મૃદુ અંતર સાથ,
જોતવેંત જ ચરણકમળ થઇ કામના પૂર્ણ સકળ.
 
એક લાલસા મનમાં તોય સરળ કઠિન જેવી પણ હોય,
લાગે મુજને કઠિન ભલે, સરળ થાય જો કૃપા મળે.
 
કલ્પવૃક્ષને પામી જેમ સંકોચ કરે દરિદ્ર તેમ,
પ્રભાવને જાણે ન જરી, શંકા તેમજ ઉરે રહી.
 
સ્વામી હે અંતર્યામી, મારો એ સંશય જાણી,
કૃપાતણો વરસો વરસાદ, અર્પો પૂર્ણ પવિત્ર પ્રસાદ.
 
સુણી શબ્દ બોલ્યા ભગવાન, ભક્તો મારે માટે પ્રાણ;
એદેય ના કૈં મારે કાજ, ઇપ્સિત તો માગો વરદાન.
 
(દોહરો)       
શિરોમણિ દાનીતણા, કૃપાતણા ભંડાર,
બોલ્યા મનુ, સર્જનતણા એકમાત્ર હે સાર,
 
તમારા સમા પુત્રને કેવળ ઇચ્છું છું,
અંતરના એ ભાવને કહો છુપાવું શું!