if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कुंवरो की बाललीला का वर्णन
 
(चौपाई)
काम कोटि छबि स्याम सरीरा । नील कंज बारिद गंभीरा ॥
अरुन चरन पकंज नख जोती । कमल दलन्हि बैठे जनु मोती ॥१॥

रेख कुलिस धवज अंकुर सोहे । नूपुर धुनि सुनि मुनि मन मोहे ॥
कटि किंकिनी उदर त्रय रेखा । नाभि गभीर जान जेहि देखा ॥२॥

भुज बिसाल भूषन जुत भूरी । हियँ हरि नख अति सोभा रूरी ॥
उर मनिहार पदिक की सोभा । बिप्र चरन देखत मन लोभा ॥३॥

कंबु कंठ अति चिबुक सुहाई । आनन अमित मदन छबि छाई ॥
दुइ दुइ दसन अधर अरुनारे । नासा तिलक को बरनै पारे ॥४॥

सुंदर श्रवन सुचारु कपोला । अति प्रिय मधुर तोतरे बोला ॥
चिक्कन कच कुंचित गभुआरे । बहु प्रकार रचि मातु सँवारे ॥५॥

पीत झगुलिआ तनु पहिराई । जानु पानि बिचरनि मोहि भाई ॥
रूप सकहिं नहिं कहि श्रुति सेषा । सो जानइ सपनेहुँ जेहि देखा ॥६॥


(दोहा)
सुख संदोह मोहपर ग्यान गिरा गोतीत ।
दंपति परम प्रेम बस कर सिसुचरित पुनीत ॥ १९९ ॥

*
MP3 Audio

*
 
ચારે કુંવરોની બાળલીલાઓનું વર્ણન
 
નીલકમળ વારિદ-ગંભીર કોટિ કામમય શ્યામ શરીર,
અરુણ ચરણપંકજ નખજ્યોત કમળે જ્યમ મોતી ખદ્યોત.
 
વજ્ર ધજા અંકુશની રેખ સોહે ચરણે ચારુ સુરેખ.
નૂપુર શબ્દ સુણી મુનિમન મોહે વિસરી જાયે તન.
 
ઉદર ત્રિવલ્લી, કટિ પર કંદોરો પહેર્યો સપ્રેમ,
નાભિપ્રદેશ પ્રશાંત વિશાળ કોઇ વિરલા પામે પાર.
 
અનેક આભૂષણથી યુક્ત ભુજા વિશાળ અલૌકિક પુષ્ટ;
હૃદય સિંહનો નખ સોહાય, મણિમાળાથી મન મોહાય.
ઉર પર સુંદર વિપ્રચરણ, અશરણના એ એક શરણ.
 
કંઠ શંખશો ચિબુક પ્રસન્ન, વદન છવાયો દિવ્ય મદન,
અધર લાલ દંતતણી હાર, નાક તિલકની છટા અપાર.
 
સુંદર શ્રવણ સુચારુ કપોલ, અતિપ્રિય મધુર તોતડા બોલ,
નીલકમળશાં નેત્ર વિશાળ, ભ્રકુટિ વક્ર કેરા રમે ભાલ.
 
સ્નિગ્ધ દીપ્ત વાંકડિયા વાળ વ્યવસ્થિત વળી ધારી માળ;
પીત વસન પહેર્યું તન પર, ચાલે ઢીંચણથી કે કર.
 
રૂપ વર્ણવે કેમ જ વેદ, કહી શકે કેમ કરી શેષ,
તે જ શકે સમજી જાણે સ્વપ્ને જે દેખે ધ્યાને.
 
(દોહરો)       
સુખના સાગર મોહ પર જ્ઞાનગિરાગોતીત
શુચિ શિશુચરિત કરી રહ્યા લઇ લક્ષમાં પ્રીત.
 
દશરથ કૌશલ્યાતણો જન્માંતરનો પ્રેમ,
પ્રભુએ એથી વશ થઇ વરસાવેલી રે'મ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.