if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सीता को देखकर राम भी मंत्रमुग्ध
 
(चौपाई)
तात जनकतनया यह सोई । धनुषजग्य जेहि कारन होई ॥
पूजन गौरि सखीं लै आई । करत प्रकासु फिरइ फुलवाई ॥१॥

जासु बिलोकि अलोकिक सोभा । सहज पुनीत मोर मनु छोभा ॥
सो सबु कारन जान बिधाता । फरकहिं सुभद अंग सुनु भ्राता ॥२॥

रघुबंसिन्ह कर सहज सुभाऊ । मनु कुपंथ पगु धरइ न काऊ ॥
मोहि अतिसय प्रतीति मन केरी । जेहिं सपनेहुँ परनारि न हेरी ॥३॥

जिन्ह कै लहहिं न रिपु रन पीठी । नहिं पावहिं परतिय मनु डीठी ॥
मंगन लहहि न जिन्ह कै नाहीं । ते नरबर थोरे जग माहीं ॥४॥

(दोहा)
करत बतकहि अनुज सन मन सिय रूप लोभान ।
मुख सरोज मकरंद छबि करइ मधुप इव पान ॥ २३१ ॥

*
MP3 Audio

*
 
રામ પણ સીતા પ્રત્યે આકર્ષણ અનુભવે છે
 
(દોહરો)          
સીતા આ છે જનકની ધનુષયજ્ઞ કારણ
ગૌરીપૂજન કાજ છે આવી મનભાવન.
 
પુષ્પવાટિકામાં ફરી કરતી દિવ્ય પ્રકાશ,
રેલે રસને હૃદયમાં રેલી બધે સુહાસ.
 
અલૌકિક નિહાળી ખરે સુંદરતા એની
સહજ પુનિત મુજ પ્રાણમાં ક્ષોભ થયો ગેબી.
 
કારણ એનું સત્ય તો વિધાતા જ સમજે,
સુખકારક શુંભ અંગ પણ મારું આ ફરકે.
 
રઘુવંશીનો સહજ છે પ્રસિદ્ધ શુદ્ધ સ્વભાવ
મનમાં એના હોય છે પાપવિચાર અભાવ.
 
કદી કુમાર્ગે ના કરે પ્રયાણ મન એનું,
આસક્ત કુકર્મે બને જીવન તો શેનું ?
 
મારા મનનો છે મને પૂર્ણ ખરે વિશ્વાસ,
સ્વપ્ને પણ પરનારની કરી ન એણે આશ.
 
શત્રુ જેમની પીઠને રણમાં જુએ નહીં,
પરસ્ત્રી આકર્ષી શકે જેને નહીં કહીં;
 
નિરાશ યાચકને કદી જે ન કરી શકતા,
એવા નરપુંગવ મળે અધિક નહી જગમાં.
 
વાત રામ કરતા છતાં મોહાયેલું મન
સીતાનું ન તજી શક્યું ક્ષણને માટે તન.
 
મુખસરોજ મકરંદનું કરે મધુપ સમ પાન,
પુલકિત બનતો એ થકી પવિત્ર પ્રેમળ પ્રાણ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.