Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम के दर्शन से लोगों की प्रतिक्रिया
 
(चौपाई)
राजकुअँर तेहि अवसर आए । मनहुँ मनोहरता तन छाए ॥
गुन सागर नागर बर बीरा । सुंदर स्यामल गौर सरीरा ॥१॥

राज समाज बिराजत रूरे । उडगन महुँ जनु जुग बिधु पूरे ॥
जिन्ह कें रही भावना जैसी । प्रभु मूरति तिन्ह देखी तैसी ॥२॥

देखहिं रूप महा रनधीरा । मनहुँ बीर रसु धरें सरीरा ॥
डरे कुटिल नृप प्रभुहि निहारी । मनहुँ भयानक मूरति भारी ॥३॥

रहे असुर छल छोनिप बेषा । तिन्ह प्रभु प्रगट कालसम देखा ॥
पुरबासिन्ह देखे दोउ भाई । नरभूषन लोचन सुखदाई ॥४॥

(दोहा)
नारि बिलोकहिं हरषि हियँ निज निज रुचि अनुरूप ।
जनु सोहत सिंगार धरि मूरति परम अनूप ॥ २४१ ॥

*
MP3 Audio

*
 
રામના દર્શનની લોકો પર થયેલી પ્રતિક્રિયા
 
આવ્યા બંને રાજકુમાર રૂપ તેમ ગુણના ભંડાર,
મનોહર હતાં ખૂબ શરીર, સુદર્શન હતા બંને વીર.
 
તારામંડળ વચ્ચે બે પૂર્ણ ચંદ્ર પ્રગટેલ નભે
સોહી સુંદર એમ રહ્યા નૃપતિમંડળની મધ્યે.
જેની રહી ભાવના જેમ પ્રભુમૂર્તિ દેખાઇ તેમ.
 
જોયું નૃપે મહારણધીર વીરરસે કે ધર્યું શરીર,
ડર્યા કુટિલ નૃપ દેખી રામ, મૂર્તિ ભયાનક લાગી શ્યામ.
 
અસુરો છળથી વેશ ધરી નૃપતિતણો જે રહ્યા ભળી
પ્રગટ તેમને કાળસમા દેખાયા રઘુવીર મહા.
 
નગરજનોએ માનવજાત અલંકારશા બંને ભ્રાત
વરસાવી સુખશાંતિ રહ્યા જોયા ભવ્ય સ્વયંવરમાં.
 
(દોહરો)           
નારી હર્ષાન્વિત બની નિજ મતિ રુચિ અનુસાર
જોવા લાગી મૂર્તિમાં પ્રગટેલો શૃંગાર
 
અનુપમ સોહી હો રહ્યો એવો કરી વિચાર;
દૃષ્ટિથી પામી નહીં માધુર્યતણો પાર.