Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सीता का स्वयंवर स्थल में आगमन
 
(चौपाई)
ब्यर्थ मरहु जनि गाल बजाई । मन मोदकन्हि कि भूख बुताई ॥
सिख हमारि सुनि परम पुनीता । जगदंबा जानहु जियँ सीता ॥१॥

जगत पिता रघुपतिहि बिचारी । भरि लोचन छबि लेहु निहारी ॥
सुंदर सुखद सकल गुन रासी । ए दोउ बंधु संभु उर बासी ॥२॥

सुधा समुद्र समीप बिहाई । मृगजलु निरखि मरहु कत धाई ॥
करहु जाइ जा कहुँ जोई भावा । हम तौ आजु जनम फलु पावा ॥३॥

अस कहि भले भूप अनुरागे । रूप अनूप बिलोकन लागे ॥
देखहिं सुर नभ चढ़े बिमाना । बरषहिं सुमन करहिं कल गाना ॥४॥

(दोहा)
जानि सुअवसरु सीय तब पठई जनक बोलाई ।
चतुर सखीं सुंदर सकल सादर चलीं लवाईं ॥ २४६ ॥

*
MP3 Audio

*
 
સીતા સ્વયંવર મંડપમાં આવે છે
 
આત્મશ્લાઘામાં મિથ્યા મરો મા, સ્ત્રી સીતાને સામાન્ય ગણો ના;
મનના મોલ્કે ભૂખ ના ભાગે, ઘટે પાણી પીવું તૃષા જાગ્યે.
 
જગદંબા જાનકીને જાણો, રામ જગતપિતા પરમાણો,
ભરી લોચન નેહે નિહાળો, ભ્રમ ક્લેશ અશાંતિને ટાળો.
 
બંધુ સુખદ સદગુણભંડાર બંને શિવના ઉરે વસનાર;
વાળ વાંકો શકે કોણ કરી, ભાગ્ય એમને ગયું વરી.
 
છોડી સુધાસમુદ્ર સમીપ કરી મૃગ મરીચિકા પ્રીત
દોડી શાને મરો જલ કાજે, બુદ્ધિમાનને એવું ના છાજે.
 
અમે જીવનનું ફળ પામ્યા, કલેશ દર્શનથી સર્વ શામ્યા;
અનુરાગભર્યા ભૂપ એમ બોલી જોવાને લાગ્યા સપ્રેમ
રઘુનંદનરૂપ અનૂપ તૃપ્તિ પામ્યા ના દેખી સ્વરૂપ.
 
દેવ વિરાજી વ્યોમ વિમાને જોતાં વારીવારીને જાણે
ગીત ગાઇ કરે પુષ્પવૃષ્ટિ; દીસે સાર્થક સઘળી સૃષ્ટિ.
 
(દોહરો)           
સુયોગ્ય અવસર સમજતાં સીતાને જનકે
તેડી સાદર લાવવા કહ્યું પ્રસન્ન મને.