if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मिथिला की सजावट
 
(चौपाई)
रचे रुचिर बर बंदनिबारे । मनहुँ मनोभवँ फंद सँवारे ॥
मंगल कलस अनेक बनाए । ध्वज पताक पट चमर सुहाए ॥१॥

दीप मनोहर मनिमय नाना । जाइ न बरनि बिचित्र बिताना ॥
जेहिं मंडप दुलहिनि बैदेही । सो बरनै असि मति कबि केही ॥२॥

दूलहु रामु रूप गुन सागर । सो बितानु तिहुँ लोक उजागर ॥
जनक भवन कै सौभा जैसी । गृह गृह प्रति पुर देखिअ तैसी ॥३॥

जेहिं तेरहुति तेहि समय निहारी । तेहि लघु लगहिं भुवन दस चारी ॥
जो संपदा नीच गृह सोहा । सो बिलोकि सुरनायक मोहा ॥४॥

(दोहा)
बसइ नगर जेहि लच्छ करि कपट नारि बर बेषु ॥
तेहि पुर कै सोभा कहत सकुचहिं सारद सेषु ॥ २८९ ॥

*
MP3 Audio

*
 
મિથિલા નગરીનું વર્ણન
 
રચ્યાં રમ્ય તોરણ બહુરંગી જાણે અનંગની ભાવભંગી;
કેવાં કળશ પતાકા સોહે ધજા ચામરપટ મન મોહે.
 
દીપ મનહર મણિમય કેવા, વર્ણન થાય વિતાન ના એવા;
જેમાં હોય વૈદેહી કુમારી કયી વર્ણવે કવિમતિ ન્યારી ?
 
વર રૂપ ગુણ સાગર રામ એવો મંડપ ખલુ કૃતકામ;
શોભા જનકના હર્મ્યના જેવી પ્રતિગૃહને વરેલી કેવી !
 
દેખી મિથિલાપુરીને જેણે ચૌદ ભુવન તુચ્છ ગણ્યાં તેણે,
ક્ષુદ્ર ગૃહની સંપદાને જોઇ રહ્યું સુરનાયક મન મોહી.
 
(દોહરો)              
વસતી લક્ષ્મી સ્ત્રી બની જે પુરમાં અજ્ઞાત
એના રસલાવણ્યની કવિ કેમ કરે વાત
 
શેષ શારદા અનુભવે વર્ણવતાં સંકોચ,
સાધારણ વિદ્વાનનો સ્વલ્પ શબ્દનો કોશ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.