महाराजा दशरथ राम-लक्ष्मण का समाचार पूछते है
(चौपाई)
सुनि पाती पुलके दोउ भ्राता । अधिक सनेहु समात न गाता ॥
प्रीति पुनीत भरत कै देखी । सकल सभाँ सुखु लहेउ बिसेषी ॥१॥
तब नृप दूत निकट बैठारे । मधुर मनोहर बचन उचारे ॥
भैया कहहु कुसल दोउ बारे । तुम्ह नीकें निज नयन निहारे ॥२॥
स्यामल गौर धरें धनु भाथा । बय किसोर कौसिक मुनि साथा ॥
पहिचानहु तुम्ह कहहु सुभाऊ । प्रेम बिबस पुनि पुनि कह राऊ ॥३॥
जा दिन तें मुनि गए लवाई । तब तें आजु साँचि सुधि पाई ॥
कहहु बिदेह कवन बिधि जाने । सुनि प्रिय बचन दूत मुसकाने ॥४॥
(दोहा)
सुनहु महीपति मुकुट मनि तुम्ह सम धन्य न कोउ ।
रामु लखनु जिन्ह के तनय बिस्व बिभूषन दोउ ॥ २९१ ॥
*
MP3 Audio
*
દશરથ રામ અને લક્ષ્મણના સમાચાર પુછે છે
પત્ર સુણતાં થયા પુલકિત, પ્રેમ પ્રગટયો અંગાંગે અધિક;
ભાવ ભાળી ભરતનો પુનિત સભા બની સમસ્ત હર્ષિત.
પૂછયું દૂતોને દશરથે પ્યારે બંધુ બંને કેવા છે અત્યારે;
તમે એમને સ્વયં નિહાળ્યા, મધુવચનો કદીક ઉચ્ચાર્યાં ?
શ્યામગૌર ધરે ધનુબાણ જાણે કૌશિકમુનિ કેરા પ્રાણ;
તમે જાણો તો કહો સ્વભાવ, લઘુ તોપણ પરમપ્રભાવ.
આજે કેટલા દિવસે પાછા પામ્યા અમે સમાચાર સાચા;
કહો ઓળખ્યા જનકે કેમ, એ તો વિહરે છે પ્રાકૃત જેમ.
(દોહરો)
દૂત વચન સુણતાં હસ્યા બોલ્યા તેમ સપ્રેમ,
ભૂપમુકુટમણિ પ્રશ્ન એ પૂછો તમે ન કેમ ?
ધન્ય તમારા સમ નથી કોઇ પિતા અહીં
વિશ્વવિભૂષણ જેમના પુત્રે પુનિત મહી.

