Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा दशरथ कुलगुरु वशिष्ठ को खुशखबर सुनाते है
 
(चौपाई)
सुनि बोले गुर अति सुखु पाई । पुन्य पुरुष कहुँ महि सुख छाई ॥
जिमि सरिता सागर महुँ जाहीं । जद्यपि ताहि कामना नाहीं ॥१॥

तिमि सुख संपति बिनहिं बोलाएँ । धरमसील पहिं जाहिं सुभाएँ ॥
तुम्ह गुर बिप्र धेनु सुर सेबी । तसि पुनीत कौसल्या देबी ॥२॥

सुकृती तुम्ह समान जग माहीं । भयउ न है कोउ होनेउ नाहीं ॥
तुम्ह ते अधिक पुन्य बड़ काकें । राजन राम सरिस सुत जाकें ॥३॥

बीर बिनीत धरम ब्रत धारी । गुन सागर बर बालक चारी ॥
तुम्ह कहुँ सर्ब काल कल्याना । सजहु बरात बजाइ निसाना ॥४॥

(दोहा)
चलहु बेगि सुनि गुर बचन भलेहिं नाथ सिरु नाइ ।
भूपति गवने भवन तब दूतन्ह बासु देवाइ ॥ २९४ ॥

*
MP3 Audio

*
 
મહારાજા દશરથ કુલગુરૂ વશિષ્ઠને માહિતી આપે છે
 
બોલ્યા મુનિવર અતિ સુખ પામી, પુણ્યાત્માને દુર્લભ નવ કાંઇ.
સૃષ્ટિ સુખથી ભરી એને માટે, પામે શ્રી એ વાટે ને ઘાટે.
 
જેમ સરિતા સાગરમાં સમાય, સિંધુને કામના ના જરાય,
ધર્મવાનની પાસે તેમ આવે સ્વેચ્છાએ સંપત્તિ ક્ષેમ.
 
તમે ગુરુ ધેનુ સુર સેવી વળી પાવન કૌશલ્યાદેવી,
સુખ સામેથી એટલે આવે નવજીવન મંગલ લાવે.
 
કોઇ ભાગ્યશાળી તમ જેવો નથી, થવાનો ના, ના થયેલો;
પુણ્ય કોનું તમારાથી ભારે સુત રામશા જેમના દ્વારે ?
 
વીર વિવેકી ગુણસિંધુ ચાર પુત્ર તમારા ધર્મના સાર;
સર્વકાળે તમારું કલ્યાણ, કરો તૈયાર તેથી જાન.
 
(દોહરો)              
વસિષ્ઠના આદેશને શિરોધાર્ય માની,
સ્થાન અપાવી દૂતને ભાગ્ય પરમ જાણી,