महाराजा दशरथ रानीयों को खुशखबरी सुनाते है
(चौपाई)
राजा सबु रनिवास बोलाई । जनक पत्रिका बाचि सुनाई ॥
सुनि संदेसु सकल हरषानीं । अपर कथा सब भूप बखानीं ॥१॥
प्रेम प्रफुल्लित राजहिं रानी । मनहुँ सिखिनि सुनि बारिद बनी ॥
मुदित असीस देहिं गुरु नारीं । अति आनंद मगन महतारीं ॥२॥
लेहिं परस्पर अति प्रिय पाती । हृदयँ लगाइ जुड़ावहिं छाती ॥
राम लखन कै कीरति करनी । बारहिं बार भूपबर बरनी ॥३॥
मुनि प्रसादु कहि द्वार सिधाए । रानिन्ह तब महिदेव बोलाए ॥
दिए दान आनंद समेता । चले बिप्रबर आसिष देता ॥४॥
(सोरठा)
जाचक लिए हँकारि दीन्हि निछावरि कोटि बिधि ।
चिरु जीवहुँ सुत चारि चक्रबर्ति दसरत्थ के ॥ २९५ ॥
*
MP3 Audio
*
મહારાજા દશરથ રાણીઓને સમાચાર આપે છે
(દોહરો)
રાણીવાસમહીં જઇ કથા કહી સઘળી,
હર્ષાન્વિત ખૂબ જ બની સાંભળતાં રમણી.
*
મેઘસ્વરને સુણીને મયૂરી તેમ પ્રફુલ્લિત થઇ પૂરી
રાણી સર્વ સોહી રહી કેવી, જાણે તૃપ્તિ પામી હોય દેવી.
પત્રિકાને હૃદયે લગાવી નાચી નૂતન હર્ષ જગાવી;
કીર્તિ ભૂપે વખાણી અપાર રામ-લક્ષ્મણની વારંવાર.
મુનિ કૌશિક કેરો પ્રસાદ આ છે એમનો આશીર્વાદ,
બોલી દશરથ ચાલ્યા બહાર, રહ્યો ધન્યતાનો નવ પાર.
બોલાવીને ભૂદેવને રાણી રહી ભેટ આપી મનમાની;
આપી આશિષ પામીને દાન, દાન કોનું કરે ના કલ્યાણ ?
(દોહરો)
યાચક બીજા દાનને પામી થયા પ્રસન્ન
બોલ્યા દશરથસુત સકળ જીવો કાળ અનંત.

