Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अवधवासी समाचार से प्रसन्न
 
(चौपाई)
कहत चले पहिरें पट नाना । हरषि हने गहगहे निसाना ॥
समाचार सब लोगन्ह पाए । लागे घर घर होने बधाए ॥१॥

भुवन चारि दस भरा उछाहू । जनकसुता रघुबीर बिआहू ॥
सुनि सुभ कथा लोग अनुरागे । मग गृह गलीं सँवारन लागे ॥२॥

जद्यपि अवध सदैव सुहावनि । राम पुरी मंगलमय पावनि ॥
तदपि प्रीति कै प्रीति सुहाई । मंगल रचना रची बनाई ॥३॥

ध्वज पताक पट चामर चारु । छावा परम बिचित्र बजारू ॥
कनक कलस तोरन मनि जाला । हरद दूब दधि अच्छत माला ॥४॥

(दोहा)
मंगलमय निज निज भवन लोगन्ह रचे बनाइ ।
बीथीं सीचीं चतुरसम चौकें चारु पुराइ ॥ २९६ ॥

*
MP3 Audio

*
 
અયોધ્યા રામવિવાહના સમાચારથી પ્રસન્ન
 
(દોહરો)              
સુંદર વસ્ત્રો ધારતા ચાલ્યા સઘળા તે,
અન્ય વગાડી જન રહ્યા નિશાન ડંકાને.
 
સીતા-રામ વિવાહના સમાચાર જાણી
ચૌદ ભુવન ઉત્સાહમાં મગ્ન બન્યાં ભારી.
 
અયોધ્યા સદા સરસ છે મંગલમયી પુરી
તોપણ અભિનવ પ્રીતથી શણગારી સઘળી.
 
ધજા પતાકા ચામરે ચારુ પટે અદભુત
બજાર સર્વ બની રહ્યું ધરતાં અનુપમ રૂપ.
 
કનકકળશ મણિમાળ ને દધિ અક્ષત તોરણ
મંગલ કરી રહ્યાં અધિક મનહર વળી ભવન.
 
ચંદન કેસર કસ્તુરી કપૂરયુત રસથી
સુગંધિત કરી સડકને ચોક રચી સુખથી.