रामविवाह के समाचार से अवधवासी अति प्रसन्न
(चौपाई)
जहँ तहँ जूथ जूथ मिलि भामिनि । सजि नव सप्त सकल दुति दामिनि ॥
बिधुबदनीं मृग सावक लोचनि । निज सरुप रति मानु बिमोचनि ॥१॥
गावहिं मंगल मंजुल बानीं । सुनिकल रव कलकंठि लजानीं ॥
भूप भवन किमि जाइ बखाना । बिस्व बिमोहन रचेउ बिताना ॥२॥
मंगल द्रब्य मनोहर नाना । राजत बाजत बिपुल निसाना ॥
कतहुँ बिरिद बंदी उच्चरहीं । कतहुँ बेद धुनि भूसुर करहीं ॥३॥
गावहिं सुंदरि मंगल गीता । लै लै नामु रामु अरु सीता ॥
बहुत उछाहु भवनु अति थोरा । मानहुँ उमगि चला चहु ओरा ॥४॥
(दोहा)
सोभा दसरथ भवन कइ को कबि बरनै पार ।
जहाँ सकल सुर सीस मनि राम लीन्ह अवतार ॥ २९७ ॥
*
MP3 Audio
*
રામવિવાહના સમાચારથી અયોધ્યા પ્રસન્ન
દ્યુતિ દામિની જેવી ધારી વિધુવદની સુલોચના ન્યારી
નિજ રૂપથી રતિનું ધ્યાન આકર્ષીને હરનારી ગુમાન,
સજી સન્નારી એવી શૃંગાર ટોળે વળી આનંદે અપાર
ગાવા લાગી મંજુ રસગાન કોયલોના લજવીને પ્રાણ.
મધુ હર્મ્યનો મંડપ કેવો બન્યો વિશ્વવિમોહન જેવો,
રાજપ્રાસાદનું વર્ણન કરે કોણ કરીને દર્શન.
દ્રવ્ય મંગલ મનહર સોહે જાણે સુંદરતા રસ દોહે;
થતી ક્યાંક મધુર વેદધ્વનિ ક્યાંક બોલાતી બિરદાવલિ.
સ્ત્રીઓ ગાતી પામીને આરામ લેતાં સીતા ને રામનું નામ;
નાનું ભવન છતાં રસ ભારે કહો કેમ સમાય કિનારે ?
(દોહરો)
શોભા દશરથભવનની કવિ શે પામે પાર
સુરશિરોમણિ રઘુવરે લીધો જ્યાં અવતાર.

