Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राज-परिवार विवाह के लिए तैयार
 
(चौपाई)
भूप भरत पुनि लिए बोलाई । हय गय स्यंदन साजहु जाई ॥
चलहु बेगि रघुबीर बराता । सुनत पुलक पूरे दोउ भ्राता ॥१॥

भरत सकल साहनी बोलाए । आयसु दीन्ह मुदित उठि धाए ॥
रचि रुचि जीन तुरग तिन्ह साजे । बरन बरन बर बाजि बिराजे ॥२॥

सुभग सकल सुठि चंचल करनी । अय इव जरत धरत पग धरनी ॥
नाना जाति न जाहिं बखाने । निदरि पवनु जनु चहत उड़ाने ॥३॥

तिन्ह सब छयल भए असवारा । भरत सरिस बय राजकुमारा ॥
सब सुंदर सब भूषनधारी । कर सर चाप तून कटि भारी ॥४॥

(दोहा)
छरे छबीले छयल सब सूर सुजान नबीन ।
जुग पदचर असवार प्रति जे असिकला प्रबीन ॥ २९८ ॥

*
MP3 Audio

*
 
રાજપરિવાર જાનમાં જવા તૈયાર
 
કહ્યું તરત ભરતને રાજે કરો હયગય તૈયાર આજે
રથ જોડીને જાનમાં ચાલો સુખસરિતામહીં સર્વ મ્હાલો.
 
રથ રંગબેરંગી અશ્વ થયા તૈયાર સુંદર સદ્ય
પગ ધરતી પર બધા ધારે જેમ સંતપ્ત લોહ જ બાળે.
 
કરે પવનકેરો અનાદર, શાંત રહે ના એકે પળ;
અશ્વ અનેક જાતિના એવા ચાલે વેગે મરુતના જેવા.
 
છેલછબીલા રાજકુમાર બેઠા એ પર બની તૈયાર
ધારી ભૂષણ ભરત સમાન લઇ ભાથાં ધનુષ ને બાણ.
 
(દોહરો)              
સુંદર શૂર ચતુર હતા નવયુવાન સૌ એ,
દરેકની સાથે વળી સોહે સૈનિક બે.
 
અસિકળાપ્રવર સર્વ એ ધૈર્ય સ્થૈર્ય વાળા
યુદ્ધનિપુણ નિર્ભય સદા રઘુવરના પ્યારા.