राम-सीता के लग्न की प्रतिक्षा
(चौपाई)
बिबिध भाँति होइहि पहुनाई । प्रिय न काहि अस सासुर माई ॥
तब तब राम लखनहि निहारी । होइहहिं सब पुर लोग सुखारी ॥१॥
सखि जस राम लखनकर जोटा । तैसेइ भूप संग दुइ ढोटा ॥
स्याम गौर सब अंग सुहाए । ते सब कहहिं देखि जे आए ॥२॥
कहा एक मैं आजु निहारे । जनु बिरंचि निज हाथ सँवारे ॥
भरतु रामही की अनुहारी । सहसा लखि न सकहिं नर नारी ॥३॥
लखनु सत्रुसूदनु एकरूपा । नख सिख ते सब अंग अनूपा ॥
मन भावहिं मुख बरनि न जाहीं । उपमा कहुँ त्रिभुवन कोउ नाहीं ॥४॥
(छंद)
उपमा न कोउ कह दास तुलसी कतहुँ कबि कोबिद कहैं ।
बल बिनय बिद्या सील सोभा सिंधु इन्ह से एइ अहैं ॥
पुर नारि सकल पसारि अंचल बिधिहि बचन सुनावहीं ॥
ब्याहिअहुँ चारिउ भाइ एहिं पुर हम सुमंगल गावहीं ॥
(सोरठा)
कहहिं परस्पर नारि बारि बिलोचन पुलक तन ।
सखि सबु करब पुरारि पुन्य पयोनिधि भूप दोउ ॥ ३११ ॥
*
MP3 Audio
*
સૌ રામ અને સીતાના લગ્નની પ્રતિક્ષા કરે છે
(દોહરો)
લેવા એને આવશે, આતિથ્ય થશે શ્રેષ્ઠ,
જોઇ સર્વ સુખી થશું જોયે જ્યમ પરમેશ.
સખી, રામ-લક્ષ્મણ સમા બીજા કુમાર બે
શ્યામ-ગૌર સુંદર પરમ દશરથ સાથે છે.
બ્રહ્માએ નિજ હાથથી ઘડ્યા હોય એવા
ઓળખાય જલદી નહીં ભરત રામ જેવા.
લક્ષ્મણ ને શત્રુઘ્ન પણ એકરૂપ વાળા
નખશિખ છે સર્વાંગ એ અનુપમ ને ન્યારા.
મનને ગમે છતાં શકે વદન વર્ણવી ના
ઉપમા કોઇ એમની મળે નહીં જગમાં.
(છંદ)
ઉપમા મળે ના એમની કોવિદ અને કવિજન કહે,
બળ વિનય વિદ્યા શીલશોભ સિંધુ એ અનુપમ રહે;
નારી બધીયે વિધાતાને પ્રાર્થના પ્રેમે કરે,
ચારે વિવાહ કરે અહીં, અવસર સુખદ અમને મળે.
(દોહરો)
અશ્રુભરી આંખે કહે સઘળી સન્નારી,
પુણ્યપયોનિધિ નૃપતિ બે કૃપાળુ ત્રિપુરારી,

