Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम महाराजा जनक के पास विदाय लेने चले
 
(चौपाई)
सबु समाजु एहि भाँति बनाई । जनक अवधपुर दीन्ह पठाई ॥
चलिहि बरात सुनत सब रानीं । बिकल मीनगन जनु लघु पानीं ॥१॥

पुनि पुनि सीय गोद करि लेहीं । देइ असीस सिखावनु देहीं ॥
होएहु संतत पियहि पिआरी । चिरु अहिबात असीस हमारी ॥२॥

सासु ससुर गुर सेवा करेहू । पति रुख लखि आयसु अनुसरेहू ॥
अति सनेह बस सखीं सयानी । नारि धरम सिखवहिं मृदु बानी ॥३॥

सादर सकल कुअँरि समुझाई । रानिन्ह बार बार उर लाई ॥
बहुरि बहुरि भेटहिं महतारीं । कहहिं बिरंचि रचीं कत नारीं ॥४॥

(दोहा)
तेहि अवसर भाइन्ह सहित रामु भानु कुल केतु ।
चले जनक मंदिर मुदित बिदा करावन हेतु ॥ ३३४ ॥

*
MP3 Audio

*
 
રામ વિદાય લેવા જનકના મહેલે જાય છે
 
સર્વ સામાન કરી તૈયાર કર્યો અયોધ્યાનગર વિદાય.
બની વ્યાકુળ રાણીઓ કેવી અલ્પ વારિમાં મીનના જેવી.
 
લેતાં ગોદમાં સીતાને પ્રેમે દીધી આશિષ સંયમે કેમે,
થજે પતિની સદા માટે પ્યારી વળી અવિચળ સૌભાગ્યશાળી.
 
સાસુ સસરા ગુરુસેવા ન્યારી કરજે પતિની આજ્ઞા સદા પાળી;
ભેટી વારંવાર વદી માતા રચી સ્ત્રીને શા માટે વિધાતા ?
 
(દોહરો)
રામ પ્રસન્નવદન તદા પામી બંધુસહાય,
ચાલ્યા જનકમહેલ પ્રતિ લેવા કાજ વિદાય.