बारात अयोध्या के लिए निकली
(चौपाई)
बहुबिधि भूप सुता समुझाई। नारिधरमु कुलरीति सिखाई ॥
दासीं दास दिए बहुतेरे। सुचि सेवक जे प्रिय सिय केरे ॥१॥
सीय चलत ब्याकुल पुरबासी। होहिं सगुन सुभ मंगल रासी ॥
भूसुर सचिव समेत समाजा। संग चले पहुँचावन राजा ॥२॥
समय बिलोकि बाजने बाजे। रथ गज बाजि बरातिन्ह साजे ॥
दसरथ बिप्र बोलि सब लीन्हे। दान मान परिपूरन कीन्हे ॥३॥
चरन सरोज धूरि धरि सीसा। मुदित महीपति पाइ असीसा ॥
सुमिरि गजाननु कीन्ह पयाना। मंगलमूल सगुन भए नाना ॥४॥
(दोहा)
सुर प्रसून बरषहि हरषि करहिं अपछरा गान।
चले अवधपति अवधपुर मुदित बजाइ निसान ॥ ३३९ ॥
*
MP3 Audio
*
જાન અયોધ્યા માટે પ્રસ્થાન કરે છે
કહી નારીધર્મતણો સાર શિક્ષા આપી અનેક પ્રકાર;
આપ્યાં અસંખ્ય દાસ ને દાસી ભૂપે વિદાય વખતે હાસી.
બન્યાં વ્યાકુલ સૌ પુરવાસી થયા શુકનો મંગલરાશી;
ચાલ્યા જનક વળાવવા જાન મંત્રી ભૂદેવ સંગ સુજાણ.
વાગ્યાં વાજાં ને ચાલી જાન કર્યું દશરથે એમ પ્રયાણ,
રજ ભૂદેવની શિરે ધારી લઇ આશિષ આનંદકારી.
(દોહરો)
ગણેશને સ્મરતાં કર્યું નૃપે સપ્રેમ પ્રયાણ,
વરસાવ્યાં સુમનો સુરે, થયાં અપ્સરાગાન.

