बारात अयोध्या पहूँची
(चौपाई)
बार बार करि बिनय बड़ाई। रघुपति चले संग सब भाई ॥
जनक गहे कौसिक पद जाई। चरन रेनु सिर नयनन्ह लाई ॥१॥
सुनु मुनीस बर दरसन तोरें। अगमु न कछु प्रतीति मन मोरें ॥
जो सुखु सुजसु लोकपति चहहीं। करत मनोरथ सकुचत अहहीं ॥२॥
सो सुखु सुजसु सुलभ मोहि स्वामी। सब सिधि तव दरसन अनुगामी ॥
कीन्हि बिनय पुनि पुनि सिरु नाई। फिरे महीसु आसिषा पाई ॥३॥
चली बरात निसान बजाई। मुदित छोट बड़ सब समुदाई ॥
रामहि निरखि ग्राम नर नारी। पाइ नयन फलु होहिं सुखारी ॥४॥
(दोहा)
बीच बीच बर बास करि मग लोगन्ह सुख देत।
अवध समीप पुनीत दिन पहुँची आइ जनेत ॥ ३४३ ॥
*
MP3 Audio
*
જાન અયોધ્યા પહોંચે છે
(દોહરો)
લગાડતાં શિરનેત્ર પર પુનિત ચરણરજને
જનકે સ્નેહવચન કહ્યાં આર્દ્ર ગાધિસુતને.
*
મુનીશ્વર, મને છે વિશ્વાસ પૂર્ણ કરો છો સઘળી આશ,
દર્શન દિવ્ય તમારું થાય દુર્લભ સુલભ બની તો જાય.
લોકપાલ જે સુયશ ચહે સુખ માગે તોપણ ન લહે
મુજને તે છે પ્રાપ્ત થયું, અનુગ્રહનું બળ માત્ર મળ્યું.
દર્શન અનુગામી સિદ્ધિ કૃપાથકી મળતી રિદ્ધિ,
દર્શન એક તમારું સાર, ચાલ્યા જનક કહી તત્કાળ.
(દોહરો)
મુકામ માર્ગમહીં કરી સૌને દેતી પ્રાણ
પુનિત દિને પહોંચી ગઇ અવધસમીપે જાન.

