नवदंपतिओं का स्वागत
(चौपाई)
धूप धूम नभु मेचक भयऊ । सावन घन घमंडु जनु ठयऊ ॥
सुरतरु सुमन माल सुर बरषहिं । मनहुँ बलाक अवलि मनु करषहिं ॥१॥
मंजुल मनिमय बंदनिवारे । मनहुँ पाकरिपु चाप सँवारे ॥
प्रगटहिं दुरहिं अटन्ह पर भामिनि । चारु चपल जनु दमकहिं दामिनि ॥२॥
दुंदुभि धुनि घन गरजनि घोरा । जाचक चातक दादुर मोरा ॥
सुर सुगन्ध सुचि बरषहिं बारी । सुखी सकल ससि पुर नर नारी ॥३॥
समउ जानी गुर आयसु दीन्हा । पुर प्रबेसु रघुकुलमनि कीन्हा ॥
सुमिरि संभु गिरजा गनराजा । मुदित महीपति सहित समाजा ॥४॥
(दोहा)
होहिं सगुन बरषहिं सुमन सुर दुंदुभीं बजाइ।
बिबुध बधू नाचहिं मुदित मंजुल मंगल गाइ ॥ ३४७ ॥
*
MP3 Audio
*
નવદંપતિઓનું સ્વાગત
ધૂપધૂમ્રે થયું નભ શ્યામ જાણે શ્રાવણવાદળ અભિરામ;
કલ્પદ્રુમની વરસ્યા દેવ માળા જાણે આકર્ષતી બગધારા.
મંજુ મણિમય તોરણો ન્યારાં ઇન્દ્રચાપ જાણે કે રૂપાળાં;
આવે જાય અટારીએ લલના જાણે ચપલા કરી રહી છલના.
પામી આજ્ઞા વસિષ્ઠની રાજે સ્મરી ગૌરીશંકર સહુ સાથે
કર્યો પ્રવેશ અવધપુરીમાં, વ્યાપ્યો ઉલ્લાસ સઘળે જરીમાં.
કર્યા એમને સૌએ પ્રણામ, થયા સુખી નિહાળીને રામ;
મણિવસ્ત્રોની ભેટ ધરીને બન્યા પુલકિત અશ્રુ ભરીને.

