Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

रानीयों द्वारा नवदंपतिओं का सत्कार
 
(चौपाई)
चारि सिंघासन सहज सुहाए । जनु मनोज निज हाथ बनाए ॥
तिन्ह पर कुअँरि कुअँर बैठारे । सादर पाय पुनित पखारे ॥१॥
 
धूप दीप नैबेद बेद बिधि । पूजे बर दुलहिनि मंगलनिधि ॥
बारहिं बार आरती करहीं । ब्यजन चारु चामर सिर ढरहीं ॥२॥
 
बस्तु अनेक निछावर होहीं । भरीं प्रमोद मातु सब सोहीं ॥
पावा परम तत्व जनु जोगीं । अमृत लहेउ जनु संतत रोगीं ॥३॥
 
जनम रंक जनु पारस पावा । अंधहि लोचन लाभु सुहावा ॥
मूक बदन जनु सारद छाई । मानहुँ समर सूर जय पाई ॥४॥
 
(दोहा)
एहि सुख ते सत कोटि गुन पावहिं मातु अनंदु ॥
भाइन्ह सहित बिआहि घर आए रघुकुलचंदु ॥ ३५०(क) ॥
 
लोक रीत जननी करहिं बर दुलहिनि सकुचाहिं।
मोदु बिनोदु बिलोकि बड़ रामु मनहिं मुसकाहिं ॥ ३५०(ख) ॥

*
MP3 Audio

*
 
માતાઓ નવદંપતિઓને આવકારે છે
 
હતાં સિંહાસનો ત્યાં ચાર કર્યાં અનંગે જાણે તૈયાર,
ચારે યુગલ ત્યાં પ્રેમે વિરાજ્યાં માતે ચરણોને ત્યારે પખાળ્યાં
 
ધૂપ દીપ નૈવેદ્યથી પૂજન કરી આરતી સાથ સુશોભન,
પંખા ચામર મસ્તકે ઢોળી રહી અંતર અમૃતે બોળી.
 
યોગી પામે પરમતત્વ કોઇ, નિત્ય રોગી હસે સ્વાસ્થ્ય જોઇ,
જન્મદરિદ્ર પારસ પામે, આંખ અંધની લાગે કામે;
મૂક મુખમાં સરસ્વતી વ્યાપે, શૂર સમરે વિજયને ચાખે;
 
(દોહરો)
એ સુખ કરતાંયે અધિક સુખ પામી માતા,
લગ્ન કરીને કેમ કે આવ્યા સૌ ભ્રાતા.