Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा दशरथ द्वारा विश्वामित्र का पूजन
 
(चौपाई)
बिनय कीन्हि उर अति अनुरागें । सुत संपदा राखि सब आगें ॥
नेगु मागि मुनिनायक लीन्हा । आसिरबादु बहुत बिधि दीन्हा ॥१॥
 
उर धरि रामहि सीय समेता । हरषि कीन्ह गुर गवनु निकेता ॥
बिप्रबधू सब भूप बोलाई । चैल चारु भूषन पहिराई ॥२॥
 
बहुरि बोलाइ सुआसिनि लीन्हीं । रुचि बिचारि पहिरावनि दीन्हीं ॥
नेगी नेग जोग सब लेहीं । रुचि अनुरुप भूपमनि देहीं ॥३॥
 
प्रिय पाहुने पूज्य जे जाने । भूपति भली भाँति सनमाने ॥
देव देखि रघुबीर बिबाहू । बरषि प्रसून प्रसंसि उछाहू ॥४॥
 
(दोहा)
चले निसान बजाइ सुर निज निज पुर सुख पाइ ।
कहत परसपर राम जसु प्रेम न हृदयँ समाइ ॥ ३५३ ॥

*
MP3 Audio

*
 
મહારાજા દશરથ વિશ્વામિત્રનું પૂજન કરે છે
 
કરી પ્રાર્થના અતિ અનુરાગે સુખસંપત્તિ રાખીને આગે
તોય મુનિએ સ્વીકાર્યું ના કાંઇ, લીધી નિમિત્તમાત્રની પાઇ.
 
આપ્યા આશીર્વાદ અનેક પ્રાણે પરિતોષ પામીને છેક,
રાજા એથી પામ્યા આહલાદ સુખશાંતિતણો આસ્વાદ.
 
ગયા ઉત્સાહથી રાણીવાસ, જોયાં નવદંપતીને ખાસ;
સુખ કોણ કહે થયું કેવું, લાગ્યું જીવન કૃતકૃત્ય જેવું.
 
કહી વાત વિવાહની ભાવે ગુણશીલ જનકનાં રાવે
પ્રીત રીત સંપત્તિ બડાઇ દેતાં વારંવાર વધાઇ.
 
(દોહરો)
ભાટ જેમ વર્ણન કર્યું, રાણી થઇ પ્રસન્ન,
કેટલાય વખતે મળ્યું જાણે જીવનધન.