Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

माताएँ राम से उनके पराक्रम की कहानी सुनना चाहती है
 
(चौपाई)
भूप बचन सुनि सहज सुहाए । जरित कनक मनि पलँग डसाए ॥
सुभग सुरभि पय फेन समाना । कोमल कलित सुपेतीं नाना ॥१॥
 
उपबरहन बर बरनि न जाहीं । स्त्रग सुगंध मनिमंदिर माहीं ॥
रतनदीप सुठि चारु चँदोवा । कहत न बनइ जान जेहिं जोवा ॥२॥
 
सेज रुचिर रचि रामु उठाए । प्रेम समेत पलँग पौढ़ाए ॥
अग्या पुनि पुनि भाइन्ह दीन्ही । निज निज सेज सयन तिन्ह कीन्ही ॥३॥
 
देखि स्याम मृदु मंजुल गाता । कहहिं सप्रेम बचन सब माता ॥
मारग जात भयावनि भारी । केहि बिधि तात ताड़का मारी ॥४॥
 
(दोहा)
घोर निसाचर बिकट भट समर गनहिं नहिं काहु ।
मारे सहित सहाय किमि खल मारीच सुबाहु ॥ ३५६ ॥
 
માતાઓ રામને પરાક્રમો વિશે પુછે છે
 
મણિથી જડિત સુવર્ણપલંગ, ફીણ સરખી ચાદર બહુરંગ,
રત્નદીપ મધુ દ્રવ્ય સુગંધ, માળા સહિત શયનના ખંડ
 
જોતાં પામે લાજ અનંગ એવા સુંદર શ્યામલ અંગ
સૂતા પલંગ પર શ્રીરામ યોગી જેમ જ આત્મારામ.
 
માતાઓ બોલી ત્યારે અશ્રુભરી આંખે પ્યારે,
તાડકા તમે શે મારી માર્ગે જતી મહાભારી.
 
(દોહરો)
ઘોર નિશાચર વિકટ સૌ યુદ્ધે વીર અજોડ
એ મારીચ સુબાહુના પૂર્યા ક્યાંથી કોડ ?