Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मुनि विश्वामित्र की अयोध्या से विदाय
 
(चौपाई)
बामदेव रघुकुल गुर ग्यानी । बहुरि गाधिसुत कथा बखानी ॥
सुनि मुनि सुजसु मनहिं मन राऊ । बरनत आपन पुन्य प्रभाऊ ॥१॥
 
बहुरे लोग रजायसु भयऊ । सुतन्ह समेत नृपति गृहँ गयऊ ॥
जहँ तहँ राम ब्याहु सबु गावा । सुजसु पुनीत लोक तिहुँ छावा ॥२॥
 
आए ब्याहि रामु घर जब तें । बसइ अनंद अवध सब तब तें ॥
प्रभु बिबाहँ जस भयउ उछाहू । सकहिं न बरनि गिरा अहिनाहू ॥३॥
 
कबिकुल जीवनु पावन जानी । राम सीय जसु मंगल खानी ॥
तेहि ते मैं कछु कहा बखानी । करन पुनीत हेतु निज बानी ॥४॥
 
(छंद)
निज गिरा पावनि करन कारन राम जसु तुलसी कह्यो ।
रघुबीर चरित अपार बारिधि पारु कबि कौनें लह्यो ॥
उपबीत ब्याह उछाह मंगल सुनि जे सादर गावहीं ।
बैदेहि राम प्रसाद ते जन सर्बदा सुखु पावहीं ॥
 
(सोरठा)
सिय रघुबीर बिबाहु जे सप्रेम गावहिं सुनहिं ।
तिन्ह कहुँ सदा उछाहु मंगलायतन राम जसु ॥ ३६१ ॥
 
॥ मासपारायण, बारहवाँ विश्राम ॥
। इति श्रीमद्रामचरितमानसे सकलकलिकलुषविध्वंसने  प्रथमः सोपानः समाप्तः ।
॥ बालकांड समाप्तः ॥

*
MP3 Audio

*
 
બાલકાંડનું સમાપન
 
ગુરુ વસિષ્ઠે ને વામદેવે કહી કૌશિકની કથા સ્નેહે;
સુણી યશને નૃપે ધન્ય માની શુચિ જિંદગીને નિજ જાણી.
 
કવિકુળ જીવન પાવન એવો મધુમંગલ ખાણના જેવો
વાણી કરવા માટે વિશુદ્ધ ગાયો યશ મેં બનતાં પ્રબુદ્ધ.
 
(છંદ)
નિજ ગિરાને કરવા પુનિત યશ રામનો મેં છે કહ્યો,
રઘુવીરચરિત અપાર અર્ણવ પાર છે કોણે લહ્યો;
ઉપવીત લગ્નપ્રસંગ મંગલ સુણી સાદર ગાય જે
રઘુનાથ સીતાની કૃપાથી પામશે સુખશાંતિ તે.
 
(દોહરો)
સીતારામ વિવાહ જે કહે સુણે સપ્રેમ
કરે સદા આનંદ એ પામે મંગલ તેમ.
 
મંગલાયતન રામયશ કલિમળને હરનાર
પુરુષાર્થ ચતુર્વિધિ સુખદ દર્શનને ધરનાર.
 
કપટ તજી મન, પ્રભુપદે કરી અક્ષય અનુરાગ,
સૂતો સમય અધિક હવે મોહનિશાથી જાગ.