if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अर्जुन उवाच
અર્જુન કહે છેઃ
Arjuna Uvacha

हृषीकेशं तदा वाक्यमिदमाह महीपते ।
सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेऽच्युत ॥१-२१॥

hrishikesham tada vakyam idam aha mahipate
Senayor ubhayor madhye Ratham sthapaya me achyuta

ઋષિકેશ અચ્યુત હે, રથ મારો રાખો,
બંને સેના મધ્યમાં રથ મારો  રાખો.
*
यावदेतान्निरिक्षेऽहं योद्‌धुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणसमुद्यमे ॥१-२२॥

yavadetan nirikshe aham yoddhukaman avasthitan
kair maya saha yoddhavyam asmin ranasamudyame

લડવા ઊભા સર્વને લઉં જરા જોઈ,
લડવા લાયક કોણ છે લઉં જરા જોઈ.
*
MP3 Audio

*
योत्स्यमानानवेक्षेऽहं य एतेऽत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः ॥१-२३॥

Yotsyamanan aveksheaham Ya ete atra samagatah
Dhartarastrasya durbuddher Yuddhe priyachi kirshavah

દુર્યોધન-હિત ચાહતા લડવા કાજ મળ્યા,
કોણ કોણ રણમાં મળ્યા જોઉં આજ જરા.
*
संजय उवाच
સંજય કહે છેઃ
Sanjay uvacha

एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥१-२४॥

Evam ukto hrishikesho Gudakeshena bharata
Senayor ubhayor madhye Sthapyitva rathottamam.

અર્જુનનાં વચનો સુણી શ્રી કૃષ્ણે જલદી
બંને સેના મધ્યમાં રથ રાખ્યો પકડી.
*
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् ।
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥१-२५॥

Bhishma drona pramukhatah, Sarvesham cha mahikshitam
Uvacha partha pashyai tam Samavetan kurun iti

ભીષ્મ દ્રોણ જેવા ઘણા રાજા જેમાં છે,
જો કૌરવ સેના ઊભી પાર્થ, બરાબર તે. ॥૨૫॥

Meaning
अर्जुन बोले:
हे अच्युत, मेरा रथ दोनो सेनाओं के मध्य में ले चलो ताकी मैं विपक्षी योद्धाओं का अच्छी तरह से निरीक्षण कर सकूं, जिन के साथ मुझे युद्ध करना है । मैं देखना चाहता हूँ कि दुर्बुद्धि दुर्योधन का युद्ध में प्रिय चाहने वाले कौन से योद्धा यहाँ युद्ध के लिये एकत्रित हुये हैं ।
संजय बोले:
हे भारत (धृतराष्ट्र), गुडाकेश (अर्जुन) के इन वचनों पर भगवान हृषिकेश नें अपने रथ को दोनों सेनाओं के मध्य में लाकर खडा कर दिया । जब रथ पितामह भीष्म, आचार्य द्रोण तथा अन्य प्रमुख राजाओं के सामने आकर रुका तो भगवान कृष्ण ने अर्जुन से कहा, हे पार्थ इन कुरुवंशी योद्धाओं को देखो ।
*
અર્જુન કહે છે
હે અચ્યુત, મારો રથ બંને સેનાઓની મધ્યમાં લઈ ચાલો જેથી હું બંને પક્ષના યોદ્ધાઓને સારી પેઠે જોઈ શકું. મારે જોવું છે કે દુર્બુદ્ધિથી ભરેલ દુર્યોધનનો સાથ આપવા માટે યુદ્ધભૂમિમાં કયા કયા યોદ્ધાઓ ભેગા થયા છે.
સંજય કહે છે
હે ભારત (ધૃતરાષ્ટ્ર), ગુડાકેશ (અર્જુન)ના વચનો સાંભળી ભગવાન ઋષિકેશે એમનો રથ બંને સેનાની મધ્યમાં લાવીને ઊભો રાખ્યો. રથ જ્યારે પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ તથા અન્ય પ્રમુખ યોદ્ધાઓની સામે આવીને ઊભો રહ્યો ત્યારે ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું, અર્જુન, વિપક્ષમાં યુદ્ધ માટે તૈયાર થયેલા યોદ્ધાઓને બરાબર જોઈ લે.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.