if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः ।
निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥२-३६॥

avachyavadamshcha bahun vadishyanti tava ahitaha
nindantas tava samorthyam tato dukhataram nu kim.

માન તને જે આપતા તુચ્છ જ ગણશે તે,
નિંદા કરશે શકિતની, દુઃખ ખરેખર એ.
*
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् ।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥२-३७॥

hato va prapasyasi svargam jitva va bhokshyase mahim
tasmad uttistha kaunteya yuddhaya kritanishchayah.

મરીશ તો તું પામશે, સ્વર્ગ તણો આનંદ,
રાજ્ય પામશે જીતતાં, લડ તો તું સાનંદ.
*
MP3 Audio

*
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ।
ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥२-३८॥

sukh-dukhe same kritva labhalabhau jayajayau
tato yuddhaya yujyasva nai avam papam avapsyasi

લાભહાનિ સુખદુઃખ હો, જીત મળે કે હાર
સરખાં તેને માન ને લડવા થા તૈયાર.

કર્તવ્ય ગણી યુધ્ધ આ ખરે લડી લે તું,
પાપ તને ના લાગશે, સત્ય કહું છું હું
*
एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु ।
बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥२-३९॥

esa te abhihita sankhye buddhir yoge tva imam shrinu
buddhya yukto yaya partha karmabandhanam prahasyasi

જ્ઞાન કહ્યું આ તો, હવે દઉં યોગ ઉપદેશ,
તેને જાણી તોડશે કર્મબંધ ને કલેશ.
*
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते ।
स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥२-४०॥

ne aha bhikramanshosti pratyavayo no vidyate
svalpam api asya dharmasya trayate mahato bhayat.

જન્માંતરમાં નાશ ના યોગબુધ્ધિનો થાય,
સ્વલ્પ ધર્મ-આચારથી ભયને પાર કરાય. ॥૪૦॥

Meaning
तुम्हारे विपक्षी तुम्हारे सामर्थ्य की निन्दा करेंगें, न सुनने योग्य वचन कहेंगे । इससे अधिक दुःखदायी ओर क्या होगा ? अब युद्ध करने से क्या मिलेगा यह सोचो । यदि तुम युद्ध में मारे जाते हो तो तुम्हें स्वर्ग मिलेगा और यदि जिवीत रहकर विजय प्राप्त करते हो तो साम्राज्य के हकदार बनोगे । इसलिये उठो, हे कौन्तेय, और युद्ध के लिए दृढनिश्चयी बनो । सुख-दुःख को, लाभ-हानि को, जय-पराजय को ऐक समान समझकर युद्ध करो । ऍसा करते हुऐ तुम्हें पाप नहीं मिलेगा ।
मैने अब तक की शिक्षा तुम्हे ज्ञानयोग की दृष्टी से दी । अब तुम कर्म योग की दृष्टी से भी सुन लो ताकि तुम कर्म के बन्धन से मुक्त हो जाओ । (कर्मयोग के हिसाब से) किया हुआ कोई भी कर्म व्यर्थ नहीं जाता और न ही कर्मफल में कोई बाधा । कर्मयोग का अनुसरण करने से व्यक्ति भयमुक्त हो जाता है ।
*
તારા પ્રતિસ્પર્ધીઓ તારી નિંદા કરશે અને તને ન કહેવાના કટુ વચનો કહેશે. એથી અધિક દુઃખદાયી બીજું શું હોઈ શકે ? હવે જરા વિચાર કર કે જો તું યુદ્ધ કરશે તો તારું શું જવાનું છે ? જો તું યુદ્ધ કરતાં મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે અને જો જીવતો રહીશ (અને વિજય પ્રાપ્ત કરીશ) તો વિશાળ સામ્રાજ્યનો અધિકારી બનીશ. (અર્તાત્ લડવામાં બંને રીતે લાભ જ છે). એથી હે કૌન્તેય, ઉઠ. સુખ-દુઃખ, લાભ-હાનિ, જય-પરાજય બધાને સમાન ગણી યુદ્ધ માટે તત્પર બન. એમ કરવાથી તું પાપનો ભાગી નહીં થાય.
મેં અત્યાર સુધી જે વાત કરી તે જ્ઞાનની દૃષ્ટિએ કરી. હવે કર્મની દૃષ્ટિએ પણ તને સમજાવું જેથી તારા કર્મોના ફળને લઈને તને જો કોઈ ભય હોય તો તેનાથી તું મુક્ત થઈ જાય. કર્મયોગના હિસાબે કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.