if (!window.top.location.href.startsWith("https://swargarohan.org/") && window.top.location.href != window.self.location.href) window.top.location.href = window.self.location.href;

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥६-२६॥

ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંથી તેને વશ કરી, પાછું વાળીને, આત્મામાં જ એકાગ્ર કરવું.

yatah yatah rishacharati manals chamchalam asthiram
tatah tatah niyamya etat atmani eva vasham naxeta.

મન આ ચંચલ જાય છે અનેક વિષયો માંહ્ય,
વાળી પાછું જોડવું તેને આત્મા માંહ્ય.
*
प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् ।
उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ॥६-२७॥

એવા અભ્યાસથી આખરે મન શાંત થાય છે. પ્રશાંત મનવાળા એવા અનુભવી યોગીને પરમાત્માની પ્રાપ્તિને પરિણામે સાંપડતા નિર્મળ નિર્દોષ સર્વોત્તમ સુખની સંપ્રાપ્તિ થાય છે.

prashnatmanasam hi enam yoginam sukham uttamam
upaiti shanta rajasam brahma bhutam akalmasham

કરતાં એમ થઇ જશે મન આત્મામાં શાંત,
સુખ ઉત્તમ ત્યારે થશે, દોષ થશે સૌ શાંત.
*
MP3 Audio

*
युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः ।
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ॥६-२८॥

એવી રીતે સાધનાપરાયણ યોગી પૂર્ણ પવિત્ર બનીને સુખપૂર્વક પરમાત્માનો સંસ્પર્શ પામીને સનાતન સુખનો ભોગી બને છે.

yunjannevam sadatmanam yogi vigatkalmashah
sukhena brahmasaushparsham atyantam sukham ashrute

રોજ કરે છે યોગ આ તે તો નિર્મલ થાય,
બ્રહ્મપ્રાપ્તિ સુખ પૂર્ણ તે પામી તેમાં ન્હાય.
*
सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥६-२९॥

એવો યોગસાધના દ્વારા આત્માનુભૂતિ કરનારો મહાપુરુષ સમદર્શન પામે છે. એથી એ સંપૂર્ણ ભૂતોમાં આત્માને અને આત્મામાં ભૂતોને જુએ છે.

sarvabhutastham atmanam sarvabhutani cha atmani
ikshate yoga yuktatma sarvatra samadarshanah

આત્માને સૌ જીવમાં આત્મામાં સૌ જીવ,
યોગી જુએ હંમેશ એ સમદર્શીની રીત.
*
यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति ।
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥६-३०॥

જે સર્વત્ર મને અને સૌને મારામાં જુએ છે એનો નાશ મારાથી નથી થઈ શકતો અને એનાથી મારો નાશ નથી કરી શકાતો.

yah mam pashyato sarvatra sarvam cha may pashyati
tasya aham na pranasyami sahcha me na pranashyati

જે મુજને સઘળે જુએ, મારામાં ને સર્વ,
તેનાથી ના દૂર હું, તે ના મુજથી દૂર.

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.