Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहुः परमां गतिम् ।
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम ॥८-२१॥

avyatah aksharah iti uktah tam ahuh parmam gatim
yam prapya na ivartante tat dham parmam mama

અવિનાશી તે ઈશ છે, પરમધામ પણ તે,
તેને પામી ના ફરે, પાછું કોઈયે.
*
पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया ।
यस्यान्तःस्थानि भूतानि येन सर्वमिदं ततम् ॥८-२२॥

હે પાર્થ, એ પરમપુરુષ પરમાત્માની પ્રાપ્તિ અનન્ય ભક્તિથી થઈ શકે છે. એમની અંદર સર્વે ભૂતો રહેલાં છે અને એ સંસારમાં સર્વત્ર વ્યાપક છે.

purushah sah parah partha bhaktya labhyah tu ananya
yasya antahsthani bhutani yen sarvam idam tatam.

ઉત્તમ ભક્તિ હોય તો, તે પ્રભુ દર્શન દે,
જગ તેનામાં છે રહ્યું, વ્યાપક સઘળે તે.
*
MP3 Audio

*
બે જાતની ગતિ

यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिनः ।
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ ॥८-२३॥

yatra kale tvanavritam avritim cha eva yoginah
prayatah yanti tam kalam vakshyami bharatarshabhah

જ્યારે મરતાં ના કદી, જન્મે યોગીજન,
જન્મે તે વેળા કહું, સાંભળ રાખી મન.
*
अग्निर्ज्योतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् ।
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥८-२४॥

agnih jyotih ahah shuklah shanmasah uttarayanam
tatra prayatah gachhanti brahma brahma vidah janah

અગ્નિ, જ્યોતિ, દિવસ ને શુકલપક્ષ જો હોય,
ઉત્તરાયણે તન તજે, તે પ્રભુ પામે કોય.
*
धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् ।
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ॥८-२५॥

dhumah ratrih tatha krishnah shanmasah dakshinayanam
tatra chandramasam jyotih yogi prapya nivartate

ધુમ્ર, રાત, વદ હોય ને દક્ષિણાયન જો,
ચંદ્રલોકને મેળવી, ફરી જન્મતાં તો.