द्यूतं छलयतामस्मि तेजस्तेजस्विनामहम् ।
जयोऽस्मि व्यवसायोऽस्मि सत्त्वं सत्त्ववतामहम् ॥१०-३६॥
dhyutam chalayatam asmi tejah tejasvinam aham
jayah asmi vyavasayah asmi sattvam sattva vatam aham
તેજ તેમ જય બલ અને બુધ્ધિરૂપે છું,
છળ કરનારામાં સદા દ્યુત થયેલો છું.
*
वृष्णीनां वासुदेवोऽस्मि पाण्डवानां धनंजयः ।
मुनीनामप्यहं व्यासः कवीनामुशना कविः ॥१०-३७॥
vrishninam vasudevah asmi pandavanam dhanjayah
muninam api aham vyasah kavindm ushana kavih
પાંડવમાં અર્જુન ને વાસુદેવ છું હું,
કવિમાં શુક્રાચાર્ય ને મુનિમાં વ્યાસ જ છું.
*
MP3 Audio
*
दण्डो दमयतामस्मि नीतिरस्मि जिगीषताम् ।
मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम् ॥१०-३८॥
dando damayatam asmi nitih asmi jigishatam
maunam cha eva asmi guhyanam gyanam gyanavatam aham
નીતિ તેમ શાસકમહીં દંડ થયો છું હું,
ગુહ્ય વાતમાં મૌન ને જ્ઞાનસ્વરૂપે છું.
*
यच्चापि सर्वभूतानां बीजं तदहमर्जुन ।
न तदस्ति विना यत्स्यान्मया भूतं चराचरम् ॥१०-३९॥
yat cha api sarva bhutanam bijam tat aham arjuna
na tat asti vina yat syat maya bhutam characharam
જગતતણું છું બીજ હું, સુણજે અર્જુન તું,
મારા વિણ તો આ રહે અસ્તિત્વ ખરે શું
*
नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप ।
एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ॥१०-४०॥
na antah asti mam divyanam vibhutinam paramtapa
aish tu uddeshatah proktah vibhuteh vistarah maya
મારા દૈવી રૂપનો અંત ના જ આવે,
આ તો થોડું છે કહ્યું, કોણ બધું ગાવે ?

